બેરાજા સીમમાંથી ૧૦ હજારના ઇલેકટ્રીક વાયરની ઉઠાંતરી

  • June 09, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડી નજીક ચેકડેમ પાસેથી અજાણ્યા શખ્સો કળા કરી ગયા

જામનગરની ભાગોળે આવેલ બેરાજા ગામની સીમમાં વાડી નજીક ચાર ખેડુતના ઇલેકટ્રીક મોટરના વાયર અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે જેમાં ફરીયાદ થતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર તાલુકાના પસાયા બેરાજામાં રહેતા ખેડુત ગોપાલ કાનજીભાઇ મોલીયાએ અજાણ્યા શખ્સો સામે ગઇકાલે પંચ-એમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
ગામની સીમમાં આવેલી ગોપાલભાઇની વાડીની બાજુમાં ચેકડેમમાં રાખેલ પાણીની મોટરનો ઇલેકટ્રીક વાયર ૬૦ મીટર તથા તેની બાજુમાં છગનભાઇ ડોબરીયાનો ૧૨૫ ફુટ કેબલ તથા વિપુલભાઇ મોલીયાનો આશરે ૫૦ ફુટ વાયર, કલ્પેશભાઇ સાવલીયાનો ૧૦૦ ફુટ કેબલ મળી કુલ ૧૦૦૫૦ની કિંમતનો ઇલે. વાયર અજાણ્યા શખ્સો ગત તા. ૪ના સમય દરમ્યાન ચોરી કરી લઇ ગયા છે. જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application