રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા 10 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વિગતવાર વાત કરીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. ગતઈકાલથી નવસારીમાં જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના ચાર તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખરસાડ ગામમાં જળબંબાકાર સાથે સવારથી વીજ કાપની સ્થિતિનું નિર્માણ થયાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં બપોરે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. જેમાં થલતેજ, સિંધુ ભવન, જોધપુર, પ્રહલાદનગર, સેટેલાઇટ, એસ.જી.હાઇવે, વેજલપુર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અડધો કલાક આવેલા વરસાદના કારણે નીચાણવાલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં હજૂ પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઈ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech