ટીમ ઈન્ડિયાએ તોફાની પ્રદર્શન કર્યું છે અને ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેના માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન સિકંદર રઝાએ 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સ દરમિયાન ભારત તરફથી બોલિંગ કરતા ખલીલ અહેમદે 2 વિકેટ ઝડપી હતી. શિવમ દુબે, તુષારદેશ પાંડે, અભિષેક શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 15.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તેના માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. યશસ્વીએ 53 બોલનો સામનો કર્યો અને અણનમ 93 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમને અણનમ 58 રન બનાવ્યા હતા. 39 બોલનો સામનો કરીને તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech