સત્તાના નશામાં ધુત બનેલ ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નં.૩ની જનતાએ પુરેપુરો પાઠ ભણાવી ભાજપનો નશો ઉતારી નાખે તેવા અપક્ષ ઉમેદવાર ચંદ્રપાલસિંહ જાડેજાને સમગ્ર શહેરનો અત્યાર સુધીના ઈતિહાસમાં કયારેય કોઈને ન મળી હોય તેવી ઐતિહાસિક જીત અપાવી ભાજપની ઉંઘ ઉડાળી નાખી છે. જો આના પડઘા ધારાસભામાં પડે તો ભાજપને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે.
વોર્ડ નં.૩માં સતત ૪૦ વર્ષથી સમગ્ર ઉપલેટા પંથકમાં રાજપુત સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા રણુભા જાડેજા લોક સેવાને કારણે વિજય બનતા આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં રણુભાની વૃધ્ધાવસ્થાને કારણે તેના પુત્ર અને નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાએ ટીકીટ માગતા ભાજપના અમુક વિધ્ન સંતોષી માણસોએ ભાજપના સંગઠન માળખાને કાન ભંભેણી કરતા ભાજપ તેની વાતમાં આવી ચંદ્રપાલસિંહ જાડેજાને ટીકીટ નહીં આપતા મતદારો રોષે ભરાયા હતા. ખુદ મતદારો અને વિવિધ સમાજના પ્રબુધ્ધ નાગરીકોના કહેવાથી ચંદ્રપાલસિંહ જાડેજાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા વોર્ડ નં.૩ની જનતાએ સ્વયંભૂ પ્રચાર કાર્ય ઉપાડી ભાજપને સત્તાનો નશો શું છે તેનું ભાન કરાવ્યું હતું.
ગઈકાલે વોર્ડ નં.૩ની મત ગણતરી હાથ ધરાતા પ્રથમ રાઉન્ડમાં જ ચંદ્રપાલસિંહ જાડેજાનો વિજય થયો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ચાર મત આપવાનો અધિકાર હોય છે પણ જાડેજા પરિવારની ભાજપને ટીકીટ કાપતા મતદારોનો રોષ આસમાને હતો. મતદાન કરતી વખતે માત્ર એક જ મત આપી મતદારો પરત નીકળી જતા હતા. ૨૨૦૦ જેટલા સિંગલ મત મળતા ચંદ્રપાલસિંહ જાડેજાને મત ગણતરી પુરી થતાં ૨૫૬૫ જેટલા મત મળતા જવલતં વિજય થયો હતો. તેમના હરીફોને ૧૦ ટકા પણ મત નહીં મળતા ભાજપમાં સોંપો પડી ગયો હતો. વિજય બાદ ભવ્ય વિજય સરઘસ નીકળતા જડેશ્ર્વર, જીન મીલ ચોક, સોનલનગર, વાલ્મીકીવાસમાં ઘેર ઘેર ચંદ્રપાલસિંહ જાડેજાનું સામૈયુ કરી કુમકુમ તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી. સવારે ૧૧ વાગે નીકળેલ ભવ્ય સરઘસ મોડીરાત્રે બે વાગ્યે પુરૂ થયું હતું. ત્રણ હજાર જેટલા માણસો આ વિજય સરઘસમાં જોડાયા હતા. અત્યાર સુધીના ઈતિહાસમાં આવડી મોટી લીડ કે વિશાળ સરઘસ કયારેય નીકળેલ નથી.
મતદારોએ ૪૦ વર્ષે પિતાએ કરેલી સેવાનું ફળ પુત્રને આપી રણુભા જાડેજાનું ઋણ અદા કરેલ હતું. સરઘસમાં જોડાયેલા પ્રબુધ્ધ નાગરીકોના જણાવ્યા મુજબ આગામી ધારાસભાની ચૂંટણીમાં આની જોરદાર અસર જોવા મળે તો નવાઈ નહીં. એકલે હાથે ૨૨૦૦ જેટલા સિંગલ મત મેળવવા નાની સુની વાત જાહેર જીવનમાં ન ગણાય. હવે જોવાનું એ રહેશે કે ભાજપની આખં ખુલશે કે શું ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech