રક્ષકને રક્ષા : રાજકોટની આ શાળાની 550 છાત્રાઓએ હેન્ડ મેઇડ 1111 રાખડી બનાવી, બોર્ડર પર જવાનોને મોકલાશે

  • August 10, 2023 12:05 PM 

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને રેશમના દોરા વડે અતૂટ બંધનને વધુ મજબૂત કરવાનો અવસર એટલે 'રક્ષાબંધન'. આ પવિત્ર પર્વને આડે હવે ગણતરીના દીવસો જ બાકી છે. ત્યારે દેશની રક્ષા કરનાર વીર જવાનોની રક્ષા માટે રાજકોટ શહેરની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની છાત્રાઓએ રક્ષકની સુરક્ષા પ્રોજેકટ અંતર્ગત રાખડી બનાવી છે. પોતાની હાથે 550 છાત્રાઓએ બનાવેલી 1111 જેટલી રાખડીઓ ભારતીય સેનાનાં જવાનોને મોકલી સાથે એક પત્ર આપી રક્ષાબંધન સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એક રાખડી બનાવતા વિદ્યાર્થીઓને 2-4 કલાક જેટલો સમય લાગ્યો છે.


દેશની રક્ષા કરવા સરહદ પર કડકડતી ઠંડી, તડકો, વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની છાત્રાઓએ દ્વારા અવનવી, કલાત્મક રાખડીઓ બનાવી રાખડીઓ સરહદ પરના સૈનિકોને મોકલવામાં આવશે. અંગે શાળાના આચાર્ય ભરતસિંહ પરમારે કહ્યું હતું કે, દેશના જવાનો દિવસ-રાત 24 કલાક દેશની સુરક્ષા માટે જ ફરજ બજાવી રહ્યા છે. અમારી શાળાની વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ હેન્ડ મેઇડ રાખડીઓ બનાવી છે. અમારા વિદ્યાર્થીની લાગણી છે કે, જવાનો ઘર-પરિવાર ભૂલીને દેશ માટે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અમારા સૌની આશા, પ્રાર્થના અને દુઆ હંમેશા એ રહેશે કે જવાનો સદાય સલામત રહે અને દેશ માટે જે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો તેમાં આગળ વધો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application