રાજકોટના કુખ્યાત વ્યાજખોરે કરોડોની જમીન લખાવી લીધી

  • December 25, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુખ્યાત વ્યાજખોરે કરોડોની જમીન લખાવી લીધી
ધ્રોલના વાંકિયા ગામના ખેડૂતને નાણાની જરૂર પડતા ૨૧ લાખ વ્યાજે લીધા, ૩૦ લાખ ચૂકવ્યા છતાં વધુ ૭૦ લાખ માગી સાગરીત સાથે મળી જમીનનો અન્યને બારોબાર દસ્તાવેજ કરી દીધો, ધ્રોલ, મોરબીની મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાયોઅલ્પેશ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂકયા છે
શરાફી મંડળીના નામે વ્યાજખોરીના કામ ધંધાના આરોપી અલ્પેશ દોંગા સામે અગાઉ પણ વ્યાજખોરી સહિતના ગુના નોંધાઈ ચુકયા છે. અલ્પેશ સામે જેતપુરના વ્યકિતએ પણ આક્ષેપો કરતી અરજી કરી હતી. અલ્પેશે ઈવેન્ટ લોભામણી સ્કીમોમાં અનેક રોકાણકારોનું લાખોનું ફત્પલેકુ ફેરવ્યાના પણ આક્ષેપોની ચર્ચા છે.

રાજકોટમાં નાનામવા રોડ પર મની પ્લસ શરાફી મંડળીના નામે વ્યાજખોરીના ધંધા ચલાવતા કુખ્યાત વ્યાજખોર અલ્પેશ ગોપાલભાઈ દોંગાએ સાગરીત રાજકોટના નૈમિષ બાબુભાઈ રામાણી તથા ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના દંપતી નારણ ભરવાડ, પુરી ભરવાડ સાથે મળી ધ્રોલના વાંકીયા ગામના ખેડૂત જયસુખ મોહનભાઈ ભીમાણીની વાંકીયા ગામની કરોડોની કિંમતની જમીન વ્યાજે આપેલા નાણાના બદલામાં વધુ નાણા વસુલી જમીન બારોબાર અન્ય સાગરીતોને દસ્તાવેજ કરી આપ્યાના આરોપસર રાજકોટ તાલુકા પોલીસ મથકે પાંચેય સામે ગુનો નોંધાયો છે.

બનાવ સંદર્ભે ખેડૂત જયસુખભાઈ ભીમાણીએ નોંધાવેલી ફરિયાદમાં પોતાને ધંધામાં નાણાની જરૂર પડતા મની પ્લસ શરાફી મંડળી ચલાવતા અલ્પેશ પાસેથી તા.૧૫૭૨૦૨૨ના રોજ સંપર્ક કરીને ૨૧ લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અલ્પેશે તેના સાગરીત નૈમિષ રામાણીના નામે વાંકીયા ગામની અંદાજે ૨૦ વિઘા (૨.૭૧.૭૪ હેકટર) જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરાવી લીધો હતો. નાણા પરત આપી દે પછી દસ્તાવેજ ફરી જયસુખના નામે કરી આપવાની શરત સાથે દસ્તાવેજ કરાવ્યો હતો.

પેન્ડીંગ દસ્તાવેજમાં સાક્ષી તરીકે જયસુખના બે પુત્રો પ્રશાંત તથા પાર્થે સહીઓ કરી હતી. ત્રણ માસ સુધી વ્યાજ ચુકવ્યું હતું. ત્યાર બાદ વ્યાજ ચુકવી શકયો ન હતો. એકાદ વર્ષ બાદ અલ્પેશને વ્યાજ અને મુદલની રકમ મળી તા.૧૬૧૦૨૩ના રોજ ૧૫ લાખ અને તા.૧૯૧૦૨૩ના રોજ બીજા ૧૫ લાખ મળી ૩૦ લાખ ચુકવ્યા હતા. નાણા આપ્યા તે સમયે બન્ને પુત્રો ઉપરાંત કરશનભાઈ અરજણભાઈ જાવિયા, મહેશભાઈ સંતોકી, રાજેશભાઈ ગડારા અને ભાઈ જેંતીભાઈ મોહનભાઈ ભીમાણી સાથે હતા.


નાણા ચુકવી દીધા બાદ પેન્ડીંગ દસ્તાવેજ પોતાના નામે કરી આપવાનું જયસુખે કહેતા દસ્તાવેજની રકમના ૬.૫૧ લાખ આપવા પડશે તેવું લખાણ કયુ હતું. ૬.૫૧ લાખની રકમ આપવા હા પાડી હતી છતાં આરોપી અલ્પેશ અને નૈમિષ દસ્તાવેજ કચેરીએ આવતા નહીં અને અલગ અલગ તારીખો સાથે બહાના બતાવતા હતા. દરમિયાનમાં બન્નેએ એવું કહ્યું કે જો જમીનનો દસ્તાવેજ પરત કરાવવો હોય તા જમીન પાછી જોઈતી હોય તો હજી ૭૦ લાખ આપવા પડશે નહીં તો જમીન ભુલી જાજે.

ત્યારબાદ ધ્રોલ બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ધરાવતા આરોપી ભુરા નાગજી ભરવાડ ગત તા.૨૦૪૨૪ના રોજ વાડીએ આવ્યો હતો અને મજુરોને ધમકાવ્યા હતા કે, આ જમીન હવે મે લઈ લીધી છે. હવે જમીન પર પગ મુકતા નહીં. ફરી બીજા દિવસે ભુરો ભરવાડ આવ્યો હતો અને જો પગ મુકશો તો જાનથી મારી નાખીશ તમે કહી ધમકી આપી હતી. આરોપી મુખ્ય સુત્રધાર અલ્પેશ અને તેના મળતીયાઓ જમીન પચાવી પાડયાનો જ ઈરાદો હોય તે રીતે અલ્પેશ, નૈમિષે જમીનનો દસ્તાવેજ મોરબીના પુરી ભરવાડના નામે કરી આપ્યો હતો.

જે બાબતે તા.૩૦-૬-૨૪ના રોજ ખ્યાલ આવતાની સાથે નૈમિષ તથા અલ્પેશને વાત કરતા બન્નેએ ૭૦ લાખ ચુકવ્યા નથી એટલે જમીનનો દસ્તાવેજ પુરીબેન જીવણભાઈ ભરવાડના નામે કરી આપ્યો છે. અમારા માણસો છે. ૭૦ લાખ આપો તો પાછો દસ્તાવેજ કરાવી દઈએ. ભુરો ભરવાડ ફરી જમીન પર આવતો હતો અને જમીન મારા સગા નારણ ભરવાડે ખરીદી છે અને તેનો દસ્તાવેજ પુરીબેનના નામે કરેલો છે. જમીન ખાલી કરાવવાનો હવાલો નારણભાઈએ મને આપ્યો છે તેમ કહી નારણ ધાકધમકી આપતો હતો.સમગ્ર બનાવ સંદર્ભે જયસુખે પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ આપી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application