જામનગરમાં ઓનલાઇન છેતરપિંડીમાં રાજકોટનો આરોપી ઝડપાયો

  • August 26, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુક એકાઉન્ટના આઇડી મારફત ચાર નાગરીકને ચુનો ચોપડયો

જામનગરમાં ચાર લોકોના ફેસબુક એકાઉન્ટનો એક્સેસ મેળવી લઇ તેના કોન્ટેક્ટ લિસ્ટના આધારે આઈડીનો દુરુપયોગ કરીને લોકો સાથે ઓન લાઇન છેતરપિંડી આચરવાના  કેસમાં રાજકોટના વધુ એક આરોપીને જામનગર પોલીસે  ઝડપી લીધો છે.
જામનગરના ફરિયાદીને તેના ફેસબુક મિત્ર દ્વારા મેસેજ મળ્યો હતો કે પોતાનું ફેસબૂક એકાઉન્ટ હેક થયું છે.જો પોતાનાં પાંચ ફેસબુક મિત્રો ઓટીપી આપે તો પોતાનું એકાઉન્ટ સારું થઈ જશે. આથી કોઈ ખરાઈ કર્યા વગર ઓ ટી પી સામે વાળી વ્યક્તિ ને આપ્યો હતો. આ પછી ફરિયાદી નાં ફેસબૂક એકાઉન્ટ માંથી અન્ય ને મેસેજ કરી ને પૈસા ની માંગણી કરવામાં આવી હતી.તેમજ ફરિયાદી નાં ફેસ બુક મિત્રો નું આઇડી  હેક કરવાનું પણ કૃત્ય કરવામાં આવ્યું હતું.તેમાં થી ચાર લોકો એ સાયબર ક્રાઈમ મા ફરિયાદ કરી હતી.જેના અનુસંધાને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં ટેકનિક એનાલિસિશ કરી આરોપીનું લોકેશન મેળવ્યું હતું.
આખરે રાજકોટનાં વિરેન કેતન ગણાત્રા (રે..વી કે પોઇન્ટ, આદિત્ય પાર્ક રોડ, બાલાજી હોલ, રાજકોટ)ને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ ટુકડી એ ઝડપી પડયો હતો. જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે જનતાને સંદેશો આપતા જણાવ્યું અને છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા પહેલા સાવચેત રહેવું, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર કરવો નહી, અને કોઈ અજાણ્યા વ્યક્તિ સોશિયલ મીડિયા મારફત પૈસાની માંગણી કરે તો પહેલા ખરાઈ કરવી હિતાવહ છે.
આ કામગીરી એસપીના આદેશથી સાયબર ક્રાઇમના પીઆઇ ઝા, સ્ટાફના રાજેશભાઇ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરીને માહિતીની ખરાઇ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application