ટાઈગર ફિલ્મમાં અંબા વાઘણ માટે પ્રિયંકા ચોપરા આપશે અવાજ

  • April 03, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ 'ટાઈગર' ઓટીટી પર રીલિઝ થવાની છે. જોકે, આ ફિલ્મમાં પ્રિયંકા એક્ટિંગ કરવાની નથી પરંતુ અંબા નામની વાઘણ માટે વોઈસ ઓવર  કરી રહી છે. પ્રિયંકાએ જાતે આ ફિલ્મની રીલિઝ વિશે જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે   ફિલ્મમાં  અંબા નામની વાઘણની વાત છે. જે પોતાના બચ્ચાઓને પ્રેમથી ઉછેરે  તેને અન્ય જનાવરો તથા જંગલના પડકારોથી સુરક્ષિત પણ રાખે છે. માતા તથા સંતાનનું બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા લાયક છે.


દરમિયાન આ ફિલ્મની જાહેરાતમાં પ્રિયંકા ચોપરાએ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે તેનાથી અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે. દીપિકા આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકલાયેળી નથી. પ્રિયંકાનું પોતાનું ફેન ફોલોઈંગ એટલું જબરદસ્ત છે કે તેણે પોતાના પ્રોજેક્ટના પ્રચાર માટે અન્ય કોઈ હિરોઈનના નામનો ટેકો લેવાની જરુર નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application