વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કરાયું ઉદઘાટન

  • January 09, 2024 08:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં VGGS-૨૦૨૪ અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪ ખુલ્લો મુક્યો હતો. આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. 


આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી 'ધ સમિટ ઑફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઑફ ફૂલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત' નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં 'સ્મારક સિક્કા' તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ નિમિત્તે 'સ્મારક સ્ટેમ્પ'નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૨૦ વર્ષની અસર અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 'સંશોધન અહેવાલ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 


પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ બનાવવામાં આવ્યા છે.


ટ્રેડ શોમાં આકર્ષણના કેન્દ્રો

ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેક‌એડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને વડાપ્રધાનશ્રીએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી. 


આ ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,રાજ્ય મંત્રી મંડળના સભ્યોશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિત રહ્યા હતા.


હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો ભારતનો આ સૌથી  મોટો  ગ્લોબલ ટ્રેડ-શો તા.૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમન વખતે બી.એસ.એફ.ના બ્રાસ બેન્ડ તથા ગુજરાત પોલીસના પાઇપ બેન્ડે સંગીતની સૂરાવલીઓથી વડાપ્રધાનશ્રી સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, UAE -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૪ દેશો ભાગ લઈ રહ્યા છે. 


આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application