પ્રજ્ઞાન રોવર હવે ગાઢ નિંદ્રામાં, ચંદ્રયાન-3 સ્લીપ મોડમાં જતાં પહેલા આપી આ માહિતી

  • September 03, 2023 09:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવશક્તિ પોઈન્ટ પર રોવર અને લેન્ડર વચ્ચે 100 મીટરનું અંતર છે. પ્રજ્ઞાન રોવર પરના બંને પેલોડ્સ APXS અને LIBS બંધ કરવામાં આવ્યા છે. આ પેલોડ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા લેન્ડર દ્વારા સુધી પહોંચ્યો છે. જ્યારે ભારતનું ચંદ્રયાન મિશન પૂર્ણ થયું હતું. ત્યારે ભારતનું બીજું એક એવું મિશન શરૂ થયું, જેને દુનિયાએ આશ્ચર્ય સાથે જોયું હતું. ભારતનું આદિત્ય-L1 અવકાશયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ સુધી 125 દિવસની લાંબી મુસાફરી માટે રવાના થયું છે.


10 દિવસ સુધી ચંદ્રને લગતા રહસ્યને ઉકેલવાની કોશિશ કર્યા બાદ આખરે રોવર પ્રજ્ઞાન ગાઢ નિંદ્રામાં ચાલ્યો ગયો છે. કારણ કે, ચંદ્ર પર હવે લાંબી રાત છે અને પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર માટે માઈનસ 200 તાપમાનમાં રહીને કામ કરવું શક્ય નથી, પરંતુ સ્લીપ મોડમાં જતા પહેલા રોવર અને લેન્ડરે આપણને એવી ઘણી માહિતી આપી છે, જેનાથી માનવતાને ફાયદો થઈ શકે છે.


14 જુલાઈએ ભારતે તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. 40 દિવસની સફર પૂર્ણ કર્યા પછી 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને ભારત એક જ સમયે ચંદ્ર પર તેમના મિશન લેન્ડ કરવામાં સફળ થયેલા વિકસિત દેશોની હરોળમાં આવી ગયુ હતુ.


લેન્ડર-રોવર 100 મીટરના અંતરે
10 દિવસ સુધી સચોટ માહિતી એકત્ર કર્યા બાદ પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કર્યું છે. તે હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત રીતે પાર્ક કરી દેવામાં આવ્યું છે અથવા તો તેવુ પણ કહી શકો કે તે હવે ચંદ્ર પર શાંતિથી સૂઈ ગયું છે. તેને સ્લીપ મોડમાં સેટ કરવામાં આવ્યું છે. શિવશક્તિ પોઈન્ટ પર રોવર અને લેન્ડર વચ્ચે 100 મીટરનું અંતર છે. પ્રજ્ઞાન રોવર પરના બંને પેલોડ્સ APXS અને LIBS બંધ કરવામાં આવ્યા છે. આ પેલોડ્સ દ્વારા જે ડેટા માહિતી આપવામાં આવી છે તે લેન્ડર મારફતે આપણા સુધી પહોચી છે.



22 સપ્ટેમ્બરે ચંદ્ર પર થશે ફરીથી સૂર્યોદય
જોકે તેની બેટરી હજુ પણ સંપૂર્ણ ચાર્જ છે. એવું પણ શક્ય છે કે તે ફરી એકવાર કામ કરવાનું શરૂ કરી શકે છે. આવુ એટલા માટે કે રોવરને એવા ખૂણા પર મૂકવામાં આવ્યું છે કે જ્યારે 22 સપ્ટેમ્બરે ચંદ્ર ઉગે છે ત્યારે સૂર્યની કિરણો તેની સોલર પેનલ પર પડે છે. જો આવું થાય તો તે ફરીથી કામ કરી શકે છે. રોવર અને લેન્ડર્સ સૂર્યપ્રકાશમાંથી પાવર જનરેટ કરી શકે છે, જે તેમના સાધનો માટે જરૂરી છે. પાવર વિના તેમાં સ્થાપિત વૈજ્ઞાનિક ઉપકરણોને નુકસાન થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application