ચૂંટણી સામગ્રી સાથે પહોંચ્યો પોલિંગ સ્ટાફ: મતદાન શરૂ

  • May 07, 2024 10:25 AM 

દરિયાકિનારાથી 4.3 નોટિકલ માઈલના અંતરે આવેલ અજાડ ટાપુ ખાતે આયોજન


લોકસભા સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અજાડ ટાપુ પર પ્રિસાઈડિંગ ઓફીસર, પોલિંગ ઓફીસર સહિતનો સ્ટાફ ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી સાથે પહોંચી ગયો છે અને મતદાન શરૂ થઇ ચૂક્યું છે.


ઉલ્લેખનિય છે કે, 68-અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર છે. આ વિસ્તારના માત્ર 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા હતા, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી 13 કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે અને આજે સવારથી જ મતદાન શ થઇ જતાં લોકોમાં આનંદની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News