બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવનાર મહિલા સામે ગુનો નોંધતી પોલીસ

  • January 23, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના અટીકા ફાટક વિસ્તાર પાસે એક મહિલા છ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી હોય આ મહિલા સામે ભકિતનગર પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ્ટ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાએ પોતાનું એક બાળક અને તેના પરિવારના સભ્યોના અન્ય પાંચ બાળકોને સાથે લઈ અહીં રોડ પર રિક્ષાવૃત્તિ કરી રહી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઢેબર રોડ પાસે અટીકા ફાટક વિસ્તાર નજીક ગઈકાલ બપોર બાદના સમયે એક મહિલા છ બાળકોને સાથે લઈ ભિક્ષાવૃત્તિ કરતી હોય અને બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી હતી.

દરમિયાન આ બાબતની જાણ થતા પોલીસે આ મહિલાની અટકાયત કરી તેની પૂછતાછ કરતા તેનું નામ માલા ભીખાભાઈ સલાટ(રહે.ઢેબર કોલોની અટીકા ફાટક પાસે) હોવાનું જણાવ્યું હતું.મહિલાએ જણાવ્યું હતું કે,આ બાળકો પૈકી એક બાળક તેનું પોતાનું હોય યારે અન્ય પાંચ બાળકો તેના પરિવારના સભ્યોના હોવાનું જણાવ્યું હતું. તે આ બાળકો પાસે આર્થિક હિત માટે ભિક્ષાવૃત્તિ કરાવતી હોવાનું માલુમ પડતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકીની ફરિયાદ પરથી આ મહિલા સામે જુવેનાઈલ જસ્ટિસ એકટ ૨૦૧૫ ની કલમ ૭૬ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application