પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સિંહોનો વસવાટ શ થઇ ચૂકયો છે ત્યારે એક ખેડૂતો અભ્યારણ્યની બોર્ડર પર આવેલી વાડીમાં લોખંડનો વાયર બાંધી વીજપ્રવાહ પસાર કરતા વનવિભાગે કાર્યવાહી કરી હતી.પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એમ.બી.મણિયાર રે. ફો.ઓ. ના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૧૩-૧૧-૨૦૨૪ના રોજ વન વભાગ, પોલીસ તથા પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ બિલેશ્ર્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ રેન્જની બીલેશ્ર્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારની બોર્ડર પર હનુમાનગઢ ગામના ભૂખીયા વાડી વિસ્તારમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમાં વીજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતેનો ગુનો શોધી કાઢવામાં આવેલ હતો. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોંધી અને આ ગુના અન્વયે આ ગુનો કરનાર કેતન રામભાઇ ગોઢાણીયા રે. હનુમાનગઢ પાસેથી રકમ ા.૩૦,૦૦૦ પેટે વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech