ડાયાબીટીસનો રામબાણ ઇલાજ માત્ર દવા કે ઇન્સ્યુલીનના ઇન્જેકશન નહી પરંતુ યોગ પણ ડાયાબીટીસને જળમૂળથી મટાડે છે. ત્યારે પોરબંદરના ખીજડીપ્લોટ ખાતે ડાયાબીટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૫ દિવસીય યોગ શિબિરનો મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન એવા યોગસેવક શીશપાલના માર્ગદર્શન હેઠળ ડાયાબીટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તા. ૨૮-૧૧ સુધીના ૧૫ દિવસના યોગ શિબિર કમ ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે ત્યારે પોરબંદરમાં મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે તેનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત બનાવવા ૧૪મી નવેમ્બર વિશ્ર્વ ડાયાબીટીસ દિવસને ઉપલક્ષ્ય બનાવી, યોગીક ઉપચાર દ્વારા ડાયાબીટીસના દર્દીઓને યોગમય જીવનશૈલી અપનાવી સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત રાજ્યમાં ડાયાબીટીસ મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગપે નગર સેવા સદન સંચાલિત મહારાજા નટવરસિંહજી ઉદ્યાન પોરબંદર ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ પોરબંદરના લોકોને અપીલ કરી કે યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા દરેક બીમારીઓથી બચી શકાય છે.તેમાટે રોગ મુક્ત થવાની ચાવી આપતી યોગ શિબિરનું આયોજન સર્વેને ઉપયોગી બની રહેશે. અને તેમણે વધુ લોકો આ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બનીને ડાયાબિટીસ તેમજ અન્ય બીમારીઓથી મુક્ત બને તેમ ઉમેર્યું હતું. પોરબંદરના તબીબ ડો સુરેશ ગાંધીએ ડાયાબીટીસ શું છે તેના પ્રકારો, ડાયાબીટીસ થવાના કારણો, લક્ષણો અને મુક્તિ માટે યોગિક ઉપાયો, પ્રકૃતિક આહાર, જીવનશૈલીમાં પરીવર્તન દ્વારા ડાયાબિટીસની બીમારીથી મુકત થઈ શકાય છેતે માટેની વિસ્તૃત ઉપયોગી જાણકારી આપી હતી.
આ શિબિરમાં જોડાયેલ લોકોને યોગ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ યોગ ચિકિત્સકની સલાહ મુજબનું એકસ્ટ્રીમ ફિટનેસ કેર અને એસ.પી ક્ધસલ્ટન્સીના પ્રિયાંસુ શેઠ દ્વારા જ્યુસ આપવામાં આવ્યું હતું અને આ શિબિરમાં પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના સાધકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવ્યું.તેમના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતાં.અને આ શિબિરમાં યોગ શિક્ષક જીજ્ઞાબેન ગોસ્વામી, યોગ શિક્ષક જીતુભાઈ મદલાની,યોગ શિક્ષક પરેશ ડુબલ, યોગ શિક્ષક નીતાબેન ભરાડા દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયાએ જરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહેમાનો, નગર સેવા સદન પોરબંદર ,યોગ ટ્રેનરો તેમજ જોડાયેલ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે. કે,ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા માં કુલ ૪૫ ડાયાબીટીસ મુક્તિ માટે શિબિરનું આયોજન તા.૧૪ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી થઈ રહ્યું છે.
આ તકે પોરબંદર નગરપાલિકા ગાર્ડન ડેવલોપિંગ કમિટીના ચેરમેન ધવલભાઈ જોશી,આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના સી.ડી.ઓ ડોક્ટર બી બી.કરમટા,,ફિશ એક્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ કરશનભાઈ સલેટ,આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ હિતેશભાઈ ખોરવા ,ભોજેશ્ર્વર પ્લોટ યોગ ગ્રુપના મુખ્ય પ્રણેતા જીતુભાઈ મદલાણી,સમસ્ત ખારવા સમાજ પોરબંદરના વણોટ પવનભાઈ શિયાળ, હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા,વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech