રાજકોટ આરટીઓએ સતત ત્રીજા દિવસે સ્પેશિયલ ડ્રાઈવ કરી વાહનોમાં વધુ પ્રકાશ ફેંકતી વ્હાઇટ એલઇડી લાઈટ ફિટ કરી નીકળેલા ૫૧ વાહન ચાલકોને દોઢ લાખનો દડં કરી કાર્યવાહી કરી હતી. આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુકત ઝુંબેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૦૦ જેટલા કેસ કર્યા છે.
વાહનમાં મનાઈ હોવા છતાં ગેરકાયદે રીતે કંપની સિવાયની વધુ પ્રકાશ ફેંકતી વ્હાઇટ એલઇડી લાઈટ ફિટિંગ કરી વાહન સાથે ચાલકો ફરી રહ્યા છે. હેડ લાઈટ ઉપરાંત પણ વધારાની એલઇડી લાઈટ ફિટ કરી પોતાને રાત્રીના રોડ ઉપર વધુ સાં દેખાય એ લ્હાઈમાં વાહન ચાલકો હાઇવોટ સાથેની વ્હાઇટ લાઈટ ફિટિંગ કરાવી રહ્યા છે પરંતુ આ વધુ પ્રકાશ ફેંકતી લાઈટના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જવાના કારણે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. વધુ પડતી લાઈટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને વાહન ઉભું રાખી દેવા સુધીની ફરજ પડે છે એમાં પણ ખાસ કરીને ચશ્માં ધરાવતા લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી ગાઈડ લાઈન મુજબ આવી વ્હાઇટ એલઇડી લાઈટ મોડીફાઇ કરી ફિટ કરવી એ ગેરયકદેસર છે એમ છતાં વાહન ચાલકો શોખ માટે આવી લાઈટ ફિટ કરાવી ફરી રહ્યા છે. લોકોની પણ આ પ્રકાર વાહન ચાલકો સામે વ્યાપક ફરિયાદો છે અને એ ફરિયાદને આજકાલ દ્રારા તત્રં સુધી પહોંચાડવા આવી છે. આ ઉપરાંત સંકલન મિટિંગમાં પણ આ બાબતે ચર્ચા થતા શઆતમાં આરટીઓ દ્રારા હાઇવે પર ચેકીંગ હાથ ધરી મોડીફાઇ કરેલી વ્હાઇટ લાઈટ સાથે વાહન લઇ નીકળતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસ પણ આળસ ખંખેરી આ ઝુંબેશમાં જોડાતા સંયુકત ડ્રાઈવ શ કરવામાં આવી છે.
ગઈકાલે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્પેકટની ટિમ અને સ્થાનિક પોલીસ દ્રારા ઘંટેશ્વર નજીક સાંજના સમયે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં મોડીફાઇ કરેલી વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા ઇકો, કાર, રિક્ષા, ટેમ્પો સહિતના વાહનોને રોકી કુલ ૧,૫૦,૫૦૦ નો દડં ફાટકરાવામાં આવ્યો હતો
બ્લેક ફિલ્મનું વેચાણકર્તાઓને ત્યાં ચેકિંગ કરતી પોલીસ લાઈટ વેચનાર સામે મૌન ?
પલાસ્ટીક પર પ્રતિબંધનો નિયમ બનાવવામાં આવ્યો છે પણ ઉત્પાદન એકમો પર કાર્યવાહી કરવામાં આવતી નથી એની જેમ જ અકસ્માત નોતરતી ગેરકાનૂની વ્હાઇટ લાઈટ ફિટ કરી નીકળતા વાહન ચાલકોને દડં ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ ગોંડલ રોડ સહિતના ઓટો મોબાઇલ્સની દુકાનોમાં બેરોકટોક પણે ખુલ્લેઆમ વેચાતી અને દુકાન બહાર જ ફિટ કરવામાં આવતી એલઇડી લાઈટના વેંચાણ ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ બ્લેક ફિલ્મને લઇને દુકાનમાં ચેકીંગ કરી શકે છે તો એલઇડી લાઈટનું ચેકીંગ કેમ નહીં તેવા વેધક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની સરકારી ઓફિસોનો સમય બદલાયો, સીએમ આતિષીએ લીધો નિર્ણય
November 15, 2024 04:40 PMપ્રભાસ પાટણ સોમનાથ ગૌશાળાને ખાલી કરાવવા નગરપાલિકા પહોંચી
November 15, 2024 04:10 PMPM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયું
November 15, 2024 04:02 PMદિલ્હી પોલીસને મળી મોટી સફળતા, 1 લાખથી વધુની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ
November 15, 2024 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech