સોમવારે પાંચ પ્રતિભાઓને અર્પણ થશે ફૂલછાબ એવોર્ડ

  • September 30, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨ ઓકટોબર, ૨૦૨૩ના રોજ સૌરાષ્ટ્ર્રનું અગ્રીમ વર્તમાનપત્ર ૧૦૨ વર્ષની મજલ પૂર્ણ કરીને ૧૦૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તે દિવસે પાંચ વિભિન્ન ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યકિતત્વોને ફલછાબ એવોર્ડથી સન્માનિત કરાશે. પૂ.મોરારિબાપૂના હસ્તે આ એવોર્ડ અપાશે. સૌરાષ્ટ્ર્રના પત્રકારત્વ માટે જેને અવસર કહી શકાય તેવા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુષોત્તમભાઈ પાલા તથા સૌરાષ્ટ્ર્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રેયસભાઈ દોશી ઉપસ્થિત રહેશે.ફલછાબના તંત્રી વલતં છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ જણાવ્યું હતું કે,  ફલછાબ દર વર્ષે વિવિધ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી વ્યકિતત્વોને એવોર્ડથી સન્માનિત કરતું આવ્યું છે. ૨૦૨૦થી આ પરંપરા સ્થગિત હતી. હવે આ વર્ષે પાંચ પ્રતિભાશાળી વ્યકિતને એવોર્ડ અપાઈ રહ્યા છે. એવોર્ડ ચયન સમિતિના વી.એસ.ગઢવી, યોતીન્દ્રભાઈ મહેતા, ડો. થોભણ ઢોલરિયા અને ડો. અર્જુનસિંહ રાણાએ તમામ અરજીઓની ચકાસણી અને અભ્યાસ હાથ ધર્યેા હતો. પારદર્શક અને વિશ્વસનીય અભ્યાસના અંતે તેમણે આ વર્ષે એવોર્ડ કોને આપવો તે અંગેનો નિર્ણય ફલછાબને જણાવ્યો હતો. તા. ૨ ઓકટોબર, સોમવારે સાંજે ૫ વાગ્યે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ ખાતે આ એવોર્ડ સમારોહ યોજાશે. જેમાં મોરારિબાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સૌરાષ્ટ્ર્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રેયસભાઈ દોશી વિશેષપથી મુંબઈથી આવશે. ઉપરાંત કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉધોગના મંત્રી પુષોત્તમ પાલા પણ ઉપસ્થિત રહેશે.એવોર્ડને ગુજરાતના નામાંકિત ઉધોગગૃહો બાનલેબ્સના મૌલેશભાઈ ઉકાણી, રવિ ટેકનોફોર્જના અમુભાઈ ભારદિયા, ફાલ્કન પમ્પના કમલનયન સોજિત્રા, રોલેકસ રીંગના મનીષ માદેકા, યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા તથા ટર્બેા બેરિંગના પ્રતાપભાઈ પટેલની હંફ અને સહયોગ સાંપડયા છે. તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ક્રાયક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક છે.


કોને કયા ક્ષેત્ર માટે એવોર્ડ?
ફલછાબ એવોર્ડ ૨૦૨૩ માટે પસંદગી સમિતિએ જે નામો પસદં કયા છે તે આ પ્રમાણે છે.ઉધોગ સુધીર દુબલ ( રાજકોટ)કૃષિ પર્યાવરણ ડો. કરશનભાઈ કિકાણી (ભાવનગર)સમાજસેવા નિલમબહેન પરમાર (સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, જૂનાગઢ)રમત ગમત  ધ્વનિ શાહ (રાજકોટ)કળા રાજુ યાજ્ઞિક (રાજકોટ)ને એવોડૃ અપાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application