જુલાઇ મહીનામાં બ્રીજનું કામ પાસ થઇ ગયું છે અને થોડા દિવસમાં જ ટેન્ડર પ્રક્રિયા શ થશે ત્યારે વિપક્ષી સભ્યો તમે શા માટે લીંબડજશ ખાટો છો ?: કાર્યપાલક ઇજનેર તરીકે હીતેશ પાઠક અને નિતીન દિક્ષીતને પ્રમોશન: આવાસની પ્રક્રિયા અંગે તપાસ કરો: સિકયુરીટીમાં લાગતા-વળગતાઓને શા માટે કામ અપાયું ?
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં કાલાવડ નાકા બહાર બ્રિજ બનાવવા માટે વિપક્ષી સભ્યો અસ્લમ ખીલજી, જૈનબબેન ખફી અને ફેમીદાબેન રિઝવાન દ્વારા ગઇકાલે મેળવેલા લોકમતના પત્રો મેયરને સુપ્રત કયર્િ હતાં અને તાત્કાલીક આ બ્રિજ બનાવવા માટે માંગણી કરી હતી તેના જવાબમાં મેયર વિનોદ ખીમસુરીયાએ કહ્યું હતું કે, જુલાઇ મહીનામાં જ આ અંગેની જાહેરાત થઇ ગઇ છે, ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલું છે અને ટુંક સમયમાં જ કામગીરી થઇ જશે, આ માટે વિપક્ષી સભ્યો લીંબડજશ ન ખાટે, તેના જવાબમાં વિપક્ષી સભ્યોએ સામો જવાબ આપતા વાતાવરણ થોડુ ઉગ્ર બન્યું હતું, જામનગરમાં રહેલા આવાસોમાં લોકોને સગવડ આપવામાં આવતી નથી આ અંગે તપાસ કરવાની જર છે તેવો આક્ષેપ નગરસેવીકા રચના નંદાણીયાએ કર્યો હતો.
આજે કુંવરબાઇ ધર્મશાળા ખાતે મેયર વિનોદ ખીમસુરીયાના અઘ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાજર રહ્યા હતાં, આ સભામાં વિપક્ષી સભ્યોએ ગઇકાલે કાલાવડ નાકા વિસ્તારમાં પુલ બનાવવા માટેના જે લોકમત મેળવ્યા હતાં, તે અંગે મતનો થેલો મેયરને અર્પણ કર્યો હતો અને આ કામ તાત્કાલીક શ કરાવવા જોરદાર રજૂઆત કરી હતી, સભ્ય અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે, આ અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પુલ સાવ જર્જરીત છે અને તેના માટે સતત રજૂઆત 4 વર્ષથી કરીએ છીએ, પરંતુ હજુ સુધી ઓનલાઇન ટેન્ડર શ થયું નથી, આ વિસ્તારના લોકો પરેશાન છે ત્યારે આ કામ તાત્કાલીક કરવા અમારી માંગ છે. તેના જવાબમાં સીટી ઇજનેર ભાવેશ જાનીએ કહ્યું હતું કે, ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને ફેબ્રુઆરી માસમાં જ આ કામ શ થઇ જશે.
જામનગરમાં કેટલા આવાસો છે ? કેટલા ખાલી છે ? અને કોર્પોરેશન દ્વારા શું સગવડતા આપવામાં આવે છે ? તે અંગે રચના નંદાણીયાએ પ્રશ્ર્ન ઉઠાવતાં કહ્યું હતું કે, પાણી અને ગટરની સમસ્યા છે, ખાલી પડેલા આવાસોમાં તાત્કાલીક રીતે અન્ય લોકોને શા માટે આપવામાં આવતા નથી ? તેના જવાબમાં નાયબ ઇજનેર અશોક જોશીએ કહ્યું હતું કે, 2000 થી 2022 દરમ્યાન 16 જેટલી આવાસ યોજના જામનગરમાં કાર્યરત છે, 6000 આવાસો બન્યા છે અને તેમાંથી 87 આવાસ રેકોર્ડ મુજબ ખાલી છે, વખતોવખત આવાસનું અપડેટ કરી રહ્યા છીએ, કેટલાક સ્થળોએ આવાસના માલીકો બદલાઇ ગયા છે.
સ્ટે.ચેરમેન નિલેશ કગથરાએ કહ્યું હતું કે, જેમણે પિયા ભયર્િ છે અને જેમની પાસે લાલબુક છે તે આવાસ વેંચવા હકદાર છે, કેટલાકમાં મુળ માલીક હાલમાં મળતા નથી, આ અંગે સરકારનું પણ માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે, ખુટતી સુવિધા પણ કરવામાં આવશે. કોર્પોરેટર આનંદ રાઠોડે કહ્યું હતું કે, જીઆઇડીસી 1 અને 2માંથી ગંદુ પાણી આવે છે તે વોર્ડ નં.16માં આવે છે, આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ અને તળાવની કેનાલમાં આ પાણી ન આવે તે માટે કડક પગલા ભરવા જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, જામનગર કોર્પોરેશનમાં એસએસઆઇ કે ઝોનલ ઓફીસર ઉપર કોઇ ક્ધટ્રોલ નથી, કોઇપણ કમિશ્નર કે અન્ય અધિકારી વોર્ડ વિઝીટ કરતા નથી, અગાઉના કમિશ્નર, સુનેના તોમર, પ્રદિપ શમર્િ અવારનવાર વિઝીટ કરતા હતાં, કમસે કમ અન્ય અધિકારીઓએ આ વિઝીટ કરવી જોઇએ, જામનગર શહેર ગંદુ બની ગયું છે.
વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, સિકયુરીટીના ટેન્ડરમાં 6 પાર્ટીના ટેન્ડર આવ્યા હતાં તેમાંથી 4 પાર્ટીના ભાવ સરખા આવ્યા છે ત્યારે શા માટે સતા પાર્ટીના એક વ્યકિતને આ કામ અપાયું ? નિયમ મુજબ કામના ભાગ પાડવાની જર હતી, જે રકમ લાખો પિયાની હતી તે હવે સિકયુરીટીના ટેન્ડરની કરોડો પિયાની થઇ છે, ગાર્ડને ા.5 થી 6 હજાર પગાર આપવામાં આવે છે અને કોર્પોરેશન એક ગાર્ડ દીઠ 679 પિયા ચુકવે છે, ખરી રીતે ગાર્ડના પગાર ા.18 હજાર હોવા જોઇએ, આ અંગે તપાસ કરવાની માંગણી કરી હતી, જેના જવાબમાં મેયરે કહ્યું હતું કે, કદાચ સિનયોરીટી જોઇને ટેન્ડર અપાયું હશે, સ્ટે.કમિટીએ ભાવ મંજુર કયર્િ છે અને બધુ નિયમ મુજબ થયું છે છતાં પણ જોઇ લેશું.
નગરસેવીકા જૈનબ ખફીએ કહ્યું હતું કે, કાલાવડ નાકા બ્રિજ બહાર અવારનવાર અમે રજૂઆત કરી છે, ચાર વર્ષથી રજૂઆત કરતા આવ્યા છીએ, ત્યારે હવે આ બ્રિજ તાત્કાલીક બનવો જોઇએ, ઉદ્યોગોનું પાણી નદીમાં રોકવા માટે ઇટીપી પ્લાનની જર છે તે માટે જીઆઇડીસી પાસે જમીન માંગવામાં આવી છે અને ા.40 કરોડની જર છે તેમ સીટી ઇજનેરે જણાવ્યું હતું.
આ બોર્ડમાં હવે કેટલાક અધિકારીઓ નિવૃત થઇ રહ્યા છે તેને પ્રમોશન આપવું જોઇએ તેવી વિપક્ષી સભ્યોએ માંગણી કરી હતી ત્યારે મેયરે જણાવ્યું હતું કે, સિવીલના હીતેશ પાઠક અને એસ્ટેટના નિતીન દિક્ષીતને કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગીના નગરસેવિકાએ બોર્ડમાં નરેન્દ્ર મોદી ઝીંદાબાદના નારા બોલાવીને ભાજપને કરી દીધું સ્તબ્ધ...
સતાધીશોના મગજ એટલા બધા બંધ થઇ ગયા કે, ઝીંદાબાદ બોલવાનું પણ ટાળ્યું...!
આજે જામનગર મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડમાં કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય બોલાવી હતી અને શાસકપક્ષના સભ્યોએ પણ મોદી સાહેબ ઝીંદાબાદ બોલવા કહ્યું હતું કે, પરંતુ ભાજપના સભ્યોએ ઝીંદાબાદ બોલવાનું ટાળ્યું હતું, એ વખતે નગરસેવિકાએ પહેલા મોદી સાહેબ ઝીંદાબાદ બોલતા કેટલાક સભ્યોએ રમુજ કરી હતી કે, કયાં મોદી સાહેબ ? આ વખતે ખુદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી પણ હસી પડયા હતાં, આખરે નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીંદાબાદનો નારો લગાવ્યો અને ભાજપના સભ્યોને બોલવા જણાવ્યું હતું, એટલા સ્તબ્ધ થઇ ગયા હતાં કે સેન્સઓફ હ્યુમર જાણે કામ કરતી બંધ થઇ ગઇ હતી અને તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ઝીંદાબાદ બોલવાનું સુઝયુ ન હતું, જો કે રચના નંદાણીયાએ અહીંથી પણ પલટવાર કરીને કહ્યું હતું કે, શું ભાજપના સતાધીશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યુ ન કહેવાય...? વાત તો વિચારવા જેવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવે અને ભાજપના સતાધીશો ઝીંદાબાદ બોલવાનું ટાળે તો મુદો તો બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech