મહાવીરનગરમાં વિદેશી દારુના જથ્થા સાથે એક ઝડપાયો

  • June 22, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નંદનવનમાં ૩ બોટલ સાથે એકની અટક : કનસુમરા પાટીયા અને વિશ્રામવાડી પાસે દારુના પાઉચ કબ્જે

જામનગરના મહાવીરનગરમાં એક મકાનમાં સીટી-એ પોલીસે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારુની ૫૨ બોટલ સાથે દબોચી લીધો હતો, જયારે નંદનવનમાંથી એક શખ્સ ૩ બોટલ સાથે અને કનસુમરા પાટીયા પાસે ૩ દારુના પાઉચ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો. વિશ્રામવાડી પાસે પોલીસે દારુના ૯ પાઉચ કબ્જે લીધા હતા જેમાં આરોપી નાશી છુટયો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા તથા પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્કોડના માણસો સીટી-એ વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્કોડના પો.કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજાને ચોકકસ રાહે બાતમી મળેલ કે મહાવીનગર શેરી નં. ૩ ભાડાના મકાનમાં રહેતો અક્ષય વિજય અઢીયા પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો રાખી વેચાણ કરે છે.
તેવી ચોકકસ હકીકત આધારે રેઇડ કરતા અક્ષય વિજય અઢીયા (ઉ.વ.૨૮) રહે. હર્ષદમીલની ચાલી, મહાવીનગર-૩ જામનગરવાળાને વિદેશી દારુની બોટલ ૫૨ કી. ૨૬૦૦૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં જામનગરના દિ.પ્લોટ ૫૪, વિશ્રામવાડી પાસે ઇંગ્લીશ દારુના ૯ પાઉચ સીટી-એ પોલીસે કબ્જે કર્યા હતા જયારે રેઇડ દરમ્યાન આરોપી નિલેશ મહેન્દ્ર ભદ્રા નાશી છુટયો હતો. આ ઉપરાંત સીટી-એ પોલીસે બાતમીના આધારે શહેરના મુળ દિ.પ્લોટ-૪૯ અને હાલ નંદનવન સોસાયટીમાં રહેતા જયેશ ઉર્ફે જયુ કિશોર ચાંદ્રાના મકાને દરોડો પાડીને વિદેશી દારુની ૩ બોટલ સાથે દબોચી લીધો હતો.
જયારે જામનગર બાયપાસ લાલપુર ચોકડી પાસે ઝુપડામાં રહેતા મેહુલ ડુંગર પરમાર નામના શખ્સને વિદેશી દારુના ૩ પાઉચ સાથે કનસુમરા પાટીયા નજીક પંચ-બી પોલીસે પકડી લીધો હતો.
**
રાવલ નજીક પીધેલો કારચાલક ઝપટમાં
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા અરશી ધરણાતભાઈ લગારીયા નામના ૫૨ વર્ષના આહીર આધેડને સ્થાનિક પોલીસે ગત સાંજે રાવલ ચેકપોસ્ટ પાસેથી કેફી પીધેલી હાલતમાં રૂપિયા અઢી લાખની કિંમતના બોલેરો કેમ્પર વાહનમાં નીકળતા ઝડપી લઈ, તેની સામે જુદી-જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application