સૌરાષ્ટ્ર્ર માટે હવે રાજકોટ–દહેરાદૂન લાઇટ શરૂ કરાઈ

  • August 23, 2023 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રવાસીઓ માટે હવે રાજકોટ–દહેરાદુન રોજિંદી ફલાઈટ શ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી યોતિરાદિત્ય સિંધિયા સમક્ષ તાજેતરમાં રજુઆત કરવામાં આવી છે.વિશેષમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છની ૬૭ વર્ષ જૂની પ્રતિિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, માનદ સેક્રેટરી નૌતમભાઇ બારસિયા અને ટ્રેઝરર વિનોદભાઇ કાછડીયા સહિતના હોદ્દેદારોએ કેન્દ્રીય મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ધાર્મિક સ્થળ એવા હરિદ્રાર, ઋષિકેશ, ચારધામ, અને પર્યટન સ્થળ જેવા કે મસુરી–દેહરાદુન અને નૈનિતાલ જવા માટે મુસાફરોની સંખ્યા ખુબ વધારે રહેતી હોય રાજકોટ–દહેરાદુન રોજિંદી ફલાઇટ શ ક૨વા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ૨જુઆત છે. આ ટ માટેની ફલાઇટની સેવા પણ ટુંક સમયમાં રાજકોટ–સૌરાષ્ટ્ર્રના મુસાફરોને મળશે તેવી આશા છે. રાજકોટ સૌરાષ્ટ્ર્રનું પાટનગર હોય વેપા૨–ઉધોગકારો તથા આમ પ્રજાજનોને વધુ સા૨ી એ૨લાઈન્સ સુવિધા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રા૨ા ૨ાજકોટ–સૌરાષ્ટ્ર્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્રા૨ા અવા૨ નવા૨ જતા હોવાથી ઉદયપુર માટેની ફલાઇટ શ ક૨વા તથા ઇન્દોર ઈમિટેશન માર્કેટનું હબ હોય લોકો વેપાર માટે જતા હોવાથી ઈન્દોર માટેની ફલાઇટ શ ક૨વા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી જે સફળ રહેતા હાલ રાજકોટથી ઉદેપુર અને ઇન્દોરની રોજીંદી ફલાઈટ શ થતા મુસાફરોમાં હર્ષની લાગણી પ્રસરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application