લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ તબક્કામાં ૧૭ રાજયો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા સીટો પર ચૂંટણી થશે. તબક્કામાં જે રાજયોની લોકસભા સીટો માટે મતદાન થશે તેમના પર ઉમેદવારોના નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેના હેઠળ ૭ તબક્કામાં મતદાન થશે પહેલા તબક્કા માટે ૧૯ એપ્રિલ, બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમાં તબક્કા માટે ૧ જૂને મતદાન કરવામાં આવશે. પરિણામ ૪ જૂને આવશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે નોમિનેશનની તપાસ ૨૮ માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે.
પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્ર્રની ૫–૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨–૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્રીપ સમૂહ, જમ્મૂ–કાશ્મીર, લક્ષદ્રીપ અને પુદુચેરીમાં ૧–૧ સીટો પર મતદાન થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ધ સાબરમતી રિપોર્ટ'ના ટ્રેલર રિલીઝ પછી, વિક્રાંત અને તેના પરિવારને મળી ધમકીઓ
November 15, 2024 12:36 PMબિગ બીને કૌન બનેગા કરોડપતિ 16માં અભિષેક બચ્ચનને આમંત્રણ આપવા બદલ થયો પસ્તાવો
November 15, 2024 12:29 PMઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech