રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો બેકાબું બની રહ્યો છે, મચ્છરનો બેફામ ઉપદ્રવ હોવાના કારણે મચ્છરજન્ય ઉપરાંત ઉનાળા ના આરંભે પાણીજન્ય રોગચાળા ટાઈફોઈડના કેસ પણ મળવા લાગ્યા છે. દરમિયાન આજરોજ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્રારા જાહેર કરાયેલા વિકલી એપેડેમીક રિપોર્ટ અનુસાર શહેરમાં ડેન્ગ્યુનો એક, ટાઈફોઈડના ત્રણ, કમળાના બે, શરદી ઉધરસના ૯૧૨, સામાન્ય તાવના ૮૨૮ તેમજ ઝાડા ઉલટીના ૨૦૦ કેસ સહિત કુલ ૧૯૪૬ કેસ મળ્યા છે. દરમિયાન શહેરમાં ગઈકાલે તાવથી એક બાળકનું પણ મોત નિપયું હતું પરંતુ મહાપાલિકાએ પોતાના રેકર્ડ ઉપર રોગચાળાથી થયેલું મોત દર્શાવ્યું નહીં હોવાનું જાણવા મળે છે.
રાજકોટ શહેરમાં એક તરફ મચ્છરનો બેફામ ઉપદ્રવ સર્જાયો છે બીજી બાજુ આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્રારા યાંથી મચ્છરના ઉપદ્રવની ફરિયાદ આવે ત્યાં આગળ ઇન્ડોર ફોગિંગ કરવાની મનાઈ કરવામાં આવી રહી છે અને એવું જણાવવામાં આવી રહ્યું છે કે શહેરમાં યાં આગળ ડેન્ગ્યુ મેલરીયા કે મચ્છરજન્ય રોગચાળાના કેસ મળે ત્યાં જ ઈન્દોર ફોગિંગ કરવામાં આવશે. શા માટે અને કોના કહેવાથી ઇન્ડોર ફોગિંગ બધં કરવામાં આવ્યું છે તેનો જવાબ કોઈ પાસે નથી. હાલમાં તો ફકત જાહેર માર્ગેા ઉપર ફોગિંગના નામે ધુમાડા ઉડાડીને તત્રં ભાગી જાય છે. રાજકોટ વાસીઓ માંથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું બિમાર પડે ત્યારબાદ જ તત્રં ફોગિંગ કરવા આવશે ? લોકો બિમાર ન પડે તે માટે શા માટે ફોગિંગ કરાતું નથી ? લગભગ મહાપાલિકાના સ્થાપના કાળથી એટલે કે છેલ્લા ૫૦ વર્ષથી તો મચ્છરના ઉપદ્રવની ફરિયાદ આવે ત્યાં આગળ ફોગિંગ કરવાની કાર્યવાહી કરાતી હતી પરંતુ એકાએક નિયમોમાં બદલાવ કેવી રીતે આવી ગયો ? અને જો બદલાવ આવી ગયો હોય તો તેની જાણ જાહેર જનતાને શા માટે કરવામાં ન આવી ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech