ખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું

  • February 24, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૮ હેઠળના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી હરિદ્રાર સોસાયટીમાં મેટલિંગ માટે ખોદકામ કર્યા બાદ છ માસથી રસ્તા કામ રઝળાવ્યું હોય આજે આ સોસાયટીના લત્તાવાસીઓનું ટોળું મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવ્યું હતું અને આવેદનપત્ર પાઠવી રસ્તાકામ પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.
લતાવાસીઓએ જણાવ્યું હતું કે યારે ખોદકામ કરાયું ત્યારે શેરીનું લેવલ રોડ લેવલથી ખૂબ નીચે કરાયું હોય આ મામલે લત્તાવાસીઓએ એવી રજૂઆત કરી હતી કે લેવલ નીચું કરવાથી નજીકમાંથી પસાર થતા હાઇવેનું વરસાદી પાણી તદઉપરાંત આજુબાજુના રસ્તાઓનું વરસાદી પાણી આ શેરીમાં ભરાશે. શેરીનું લેવલ આટલું નીચું ન રાખો. આ મામલે માથાકૂટ બાદ ગૂંચવાડો સજીર્ને છેલ્લા છ મહિનાથી કોઈ આ વિસ્તારમાં ફરકયું નથી કે રસ્તા ઉપર મેટલીંગનું કામ આગળ ધપ્યું નથી. હવે આગળની ચોમાસા પહેલા આ શેરીમાં રસ્તા કામ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ હતી.
વિશેષમાં મહાપાલિકા કચેરીમાં પાઠવેલા આવેદનપત્રમાં લતાવાસીઓએ જણાવ્યું છે કે, અમો વોર્ડ નં.૧૮ માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારના હરિદ્રાર સોસાયટી નં.૨ અને શેરી નં.૫ માં રહીએ છીએ કે જયાં અત્યારે રાજકોટ મહાપાલિકા દ્રારા શેરીમાં મેટલિંગની કામગીરી ક૨વા માટે અમોને જાણ કરવામાં આવેલ છે કે જયાં ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઉદભવી શકે છે તેના કા૨ણે કામગીરી સ્થગિત કરવામાં આવી છે. અમો બધા શેરીના રહેવાસી અમારા વોર્ડ ન.ં ૧૮ ના કોર્પેારેટરોને અરજી કરી છે પણ તેમણે કોઈ જવાબ આપેલ નથી તેમજ અમે લોકોએ અગાઉ મનપા કચેરીમાં પણ અરજી કરેલ છે પણ ત્યાંથી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે હવે આ રોડનું કામ પુર્ણ કરો તેવી નમ્ર વિનંતી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application