પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની ત્યારે તેનો પતિ નિક નાનો ટાબરિયો હતો

  • May 13, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દેશી ગર્લ વિદેશી મેમે સાસુને યાદ એક જુનો કિસ્સો સંભળાવતા થઇ અટકળો
  • પીસીએ સ્પર્ધાનો તાજ પહેર્યો તે ક્ષણ નિકે તેના માતા-પિતા સાથે નિહાળઈ હતી


દેશી ગર્લ વિદેશી મેમ પ્રિયંકા ચોપરા આજકાલ તેની વેબ સીરિઝ સિટાડેલ અને હોલીવૂડની લેટેસ્ટ ફિલ્મ લવ અગેઇન માટે ચર્ચામાં છે. સાથે સાથે પતિ નિક જોનાસને લઇને પણ બી ટાઉનમાં વાતો થતી રહે છે હવે ફરી પ્રિયંકા-નિકના વયનો મામલો સામે આવ્યો છે.  જેમાં તેણે જાતે એક કિસ્સો સંભળાયો તેના પર લાગે છે. પ્રિયંકા જ્યારે મિસ વર્લ્ડ બની હતી. ત્યારે નિક ટેણિયો હતો.


બોલીવૂડથી લઈને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર ઓળખ બનાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની ફિલ્મ 'લવ અગેન'નાં પર્મોશનમાં સતત વ્યસ્ત ચાલી રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટ્રેસ નવા-નવા ખુલાસા કરતા જોવા મળી રહી છે. એવામાં પ્રિયંકાનું એક નવું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. જેના લીધે એકવાર ફરી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વચ્ચેનો એજ ગેપ સૌની નજરમાં આવી જ ગયું છે.


હકીકતમાં પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ નિક અને પોતાની વિશે વાત કરતાં કહ્યુ કે, જ્યારે તેને તેની સાસુએ એક સ્ટોરી સંભળાવી તો તેને નહતી ખબર કે આ શું છે. પ્રિયંકા ચોપરા પોતાના કામની સાથે-સાથે પોતાના અને નિક જોનસના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાનો એક જૂનો કિસ્સો લોકોની વચ્ચે શેર કર્યો છે.


પ્રિયંકા ચોપરા અનુસાર જ્યારે તેની સાસુએ જણાવ્યું કે, જ્યારે પ્રિયંકા આ સ્પર્ધા જીતી ત્યારે પરિવારે તેને જોઈ હતી. વર્ષ 2000માં તેઓ ત્યારે લંડનમાં જ હતાં. પ્રિયંકાએ આગળ કહ્યું કે, તેની સાસુને એટલું સારી રીતે યાદ છે, કારણકે નિક કોઈ બ્રોડવે શોમાં હતો. તે દરમિયાન નિકના પિતાને કોમ્પિટીશન્સ જોવું પસંદ હતું. જ્યારે પ્રિયંકાએ સૌંદર્ય સ્પર્ધા જીતી તો નિક જોનસ પણ પિતા અને માતા સાથે ત્યાં હાજર હતો. નિકએ પ્રિયંકાને જીતતા જોઈ હતી.


જોકે ત્યારે પ્રિયંકા 17 વર્ષની હતી અને નિક જોનાસ 7 વર્ષનો હતો. નિક અને પ્રિયંકા હવે એક દીકરીના માતા-પિતા પણ છે. બંને પોતાના લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નિક અને પ્રિયંકાનો એજ ગેપ હંમેશા ચર્ચાનો હિસ્સો બની રહે છે અને આ વિશે પ્રિયંકાને પણ વારંવાર સવાલ કરવામાં આવે છે. 10 વર્ષના એજ ગેપ બાદ પણ આ જોડી પોતાની પર્સનલ અને વર્ક લાઈફને ખૂબ જ સારી રીતે મેનેજ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application