ગુજરાતઃ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 24 કલાકમાં ખાબક્યો 18 ઈંચ વરસાદ

  • July 20, 2024 08:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ જળબંબાકાર સર્જાયો છે. 



વિગત વાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જીનજીવન પ્રભાવિત થયું છે. જુનાગઢના કેશોદમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી-પાણી નજરે પડે છે. જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદના કારણે આઝાદ ચોક, ચિત્તા ખાના, મધુરમ, મજેવડી દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી શહેરના અન્ડરપાસ બંધ કરવાની નોબત આવી છે. ગીર-સોમનાથના વેરાવળના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ટાગોર નગર-1 વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા તો ડાભોર નગર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે.


71 લોકોનું કરાયું રેસ્ક્યું 
પોરબંદરના વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાડી વિસ્તારના મકાનોમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયુ, ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યાં.


NDRFની 10 ટીમ સજ્જ
કટોકટીને પહોંચી વળવા NDRFની 10 ટીમો સજ્જ છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં પહેલેથી NDRFની ટીમ સજ્જ છે. નર્મદા, કચ્છ, વલસાડ જૂનાગઢ ખાતે 1-1 ટીમ તૈનાત છે. દેવભૂમિ દ્વારકામાં NDRFની 2 ટીમ સજ્જ કરાઈ છે. ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં NDRFની ટીમ તૈયાર છે. મુશ્કેલીના સંજોગોમાં NDRFની ટીમ બચાવ કામગીરી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application