સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે જે 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં, સંસદીય બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સવારે 11 વાગે સંસદ ભવનના મુખ્ય સમિતિ ખંડમાં સર્વપક્ષીય બેઠક યોજાશે.
પ્રથમ વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સત્રની શરૂઆત પહેલા તમામ પક્ષોના ગૃહના નેતાઓની આ પરંપરાગત બેઠકમાં હાજરી આપશે. તૃણમૂલ કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ આ બેઠકમાં હાજરી આપશે નહીં, કારણ કે પક્ષ 21 જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે. તૃણમૂલ કોંગ્રેસના સંસદીય દળના નેતા ડેરેક ઓ'બ્રાયને રિજિજુને પત્ર લખીને જાણ કરી છે કે તેમની પાર્ટી બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તેમણે જણાવ્યું છે કે, "30 વર્ષથી, 1993 માં પોલીસ ગોળીબારમાં ગેરકાનૂની રીતે માર્યા ગયેલા અમારા 13 સાથીઓના સન્માનમાં 21 જુલાઈને બંગાળમાં 'શહીદ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના તમામ સાંસદો મારા સહિત, પાર્ટીના અન્ય સાથીદારો સાથે આ દિવસની ઉજવણી કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં હશે. આથી કોઈપણ સાંસદ બેઠકમાં હાજર રહી શકશે નહીં.”
સામાન્ય ચૂંટણીઓ અને 18મી લોકસભાની રચના પૂર્ણ થયા બાદ આ પહેલું બજેટ સત્ર છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો સંસદમાં સત્તા મેળવવામાં સફળ રહ્યા હતા. તે મુજબ આ સત્રમાં રજૂ થનાર બજેટ તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ ગૃહમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે, ત્યારબાદ બંને ગૃહોમાં ચર્ચા થશે. લોકસભાની રચના પછીના પ્રથમ સંસદ સત્રમાં વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'એ તાજેતરમાં NEET વિવાદ, મણિપુરની સ્થિતિ અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા અને સૂત્રોચ્ચાર અને હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech