વડોદરામાં પૂરપાટ ઝડપે કારે હંકારી નબીરાએ અનેક લોકોને ઉડાડ્યા હતા. ૨૩ વર્ષીય કાયદાના વિદ્યાર્થી દ્વારા કાર ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થતા લોકોમાં રોષ ફેલાયો હતો. કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સ્ક્વેર પાસે હોળીની રાત્રે લગભગ 12.30 વાગ્યે બનેલી આ ઘટના બાદ, આરોપી રક્ષિત ચૌરસિયાને ત્યાં હાજર લોકોએ માર માર્યો અને પોલીસને સોંપી દીધો હતો. હવે સીસીટીવી વીડિયો સામે આવ્યા છે જેમાં આ ભયાનક અકસ્માત કેદ થયો છે.
એક વાયરલ વીડિયોમાં આ નબીરો ઝડપી કાર ચલાવી બે સ્કૂટરોને ટક્કર મારી લોકોને નીચે પછાડતો જોવા મળે છે. બીજા એક વીડિયોમાં, ચૌરસિયાનો મિત્ર મીત ચૌહાણ, જે કારનો માલિક છે અને અકસ્માત સમયે સહ-ડ્રાઇવર સીટ પર બેઠો હતો, તે કારમાંથી બહાર નીકળીને તેના મિત્રને ઘટના માટે દોષી ઠેરવતો જોવા મળે છે. તે નિકિતાના નામની બૂમ પાડે છેય
વીડિયોમાં ચૌરસિયા બૂમો પાડતા સાંભળવા મળે છે, અનધર રાઉન્ડ... અનધર રાઉન્ડ, અકસ્માત પછી તે નિકિતા નામની બૂમો પાડતા પણ સાંભળી શકાય છે. વીડિયોમાં ચૌરસિયાને પસાર થતા લોકો માર મારતા દેખાય છે, જેમણે બાદમાં તેને પોલીસને સોંપી દીધો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ચૌરસિયાના મિત્ર ચૌહાણની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. આરોપી વારાણસીનો રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાની ઓળખ હેમાલી પટેલ તરીકે થઈ છે, જે અકસ્માત સમયે પોતાનું સ્કૂટર ચલાવી રહી હતી. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ક્રોસિંગ પાસે રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયો હતો, જેના પગલે ડ્રાઇવર રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી છે. મોમાયાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી ચૌરસિયા કાયદાનો વિદ્યાર્થી છે અને ગુજરાતમાં પીજી કોર્સમાં રહે છે. તેણે કહ્યું, શરૂઆતમાં, કાર ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી. આ દારૂ પીને ગાડી ચલાવવાનો પણ કેસ હોય શકે છે. તે દારૂના નશામાં હતો કે નહીં તે જાણવા માટે અમે તેનો તબીબી પરીક્ષણ કરાવીશું. મોમાયાએ કહ્યું કે. ચૌરસિયા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરકંડા મર્ડર મામલો...જાણો ક્યાં કારણે થયું મર્ડર
March 15, 2025 04:51 PMજામનગરના પૂર્વ રાજ્યમંત્રીએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પારિવારિક ઉજવણી કરી
March 15, 2025 04:44 PMદરબારગઢ ગોલા રાણાના ડેલા પાસે હોલિકા દહનની આસ્થાભેર ઉજવણી.
March 15, 2025 04:17 PMલોઠડા પાસે ત્રણ મિત્રો તળાવમાં ડૂબ્યા: બેનો બચાવ એકનું મોત
March 15, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech