દ્વારકામાં નાતાલની રજાના ૧૨ દિવસોમાં ૧૦ લાખથી વધુ યાત્રિકો-સહેલાણીઓ ઉમટ્યા

  • January 04, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર-પોલીસ સ્ટાફ દ્વારા સુચારૂ વ્યવસ્થા



છેલ્લા દશેક વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ આપવા બેટ દ્વારકા, દ્રારકા શિવરાજપુર બીચ,નાગેશ્વર સહિતના સ્થળોએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો તંત્ર દ્વારા યાત્રિકો, સહેલાણીઓ માટે સુચારૂ વ્યવસ્થાને લીધે રજાઓના તહેવારમાં દેશ વિદેશથી અનેક કૃષ્ણ ભક્તો, સહેલાણીઓનો દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે.


તા.૨૧-૧૨-૨૪ થી ૦૧-૦૧-૨૦૨૫ દરમ્યાન યાત્રાધામ દ્વારકા જિલ્લામાં ૧૦૦૩૨૭૫ દશ લાખ ત્રણ હજાર બસો પીચોતેર જેટલા યાત્રાળુ તથા સહેલાણીઓ આવ્યા.


નાતાલની રજાની સાથોસાથ માગશર મહિનાના છેલ્લા દિવસો હોવાથી કૃષ્ણ ભક્તોને ગોમતીના સ્નાનનું વિશેષ મહત્વ હોય છે.કૃષ્ણને પણ માગશર માસ પ્રિય માસ છે તેના લીધે ભાગવત કથા, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો વિશેષ પ્રમાણમાં થતાં હોય છે.જેને લીધે દેશભરમાં કૃષ્ણ ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાતો હોય છે.

શિવરાજપુર બીચ,બેટ દ્વારકા સુદર્શન બ્રિજના વિકાસ કાર્યોને લીધે નાતાલની રજાઓમાં સહેલાણીઓ દેશભરમાંથી ઉમટી પડે છે.ડીસેમ્બરના ૧૧ દિવસ જાન્યુઆરીનો એક દિવસ થઈને કુલ બાર દિવસોમાં ૧૦ લાખથી વધુ યાત્રિકો સહેલાણીઓ ઉમટી પડતાં સમગ્ર દ્રારકા,ઓખા બેટ દ્વારકાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application