મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા ૬૩ મોબાઈલ ફોન શોધી પરત સોંપ્યા

  • February 19, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમની રચના કરી હોય જે ટીમે સતત મોનીટરીંગ રકીને ટેકનીકલ વર્ક કરી ૧૧.૫૧ લાખની કિમતના ૬૩ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને નાગરિકોને પરત સોપતા નાગરિકોમાં ખુશી છવાઈ હતી.
મોરબી જીલ્લ ા પોલીસવડાની સુચનાી એ ડીવીઝન પીઈ એચ એ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે જીઈઆઈઆરપોર્ટલનો ઉપયોગ કરી  જીઈઆઈઆરમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરી સતત જહેમત ઉઠાવી હતી જેના પરિણામ સ્વરૂપ નાગરિકોના ખોવાયેલા ૬૩ મોબિલ કીમત ‚ા.૧૧,૫૧,૩૭૨ શોધી કાઢવામાં સફળતા મળી હતીએ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ઓપી, રીયલમી, વિવો, સેમસંગ, વન પ્લસ, એપલ સહિતની કંપનીના મોંઘાઘાટ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૬૩ નાગરિકોને મોબાઈલ ફોન પરત સોપતા નાગરિકોએ મોરબી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application