જસદણ વિસ્તારમાં કુલ રૂ.૪.૭૨ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપતા મંત્રી બાવળિયા

  • March 06, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાનેલીયા માઇક્રોઇરીગેશન સ્કીમના રીપેરીંગ કામનો પ્રારંભ કરાવ્યો હતો. પાનેલિયા નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ.૯૧ લાખના ખર્ચે માટીપાળાની મરામત, સ્ટોન પિચિંગ, દરવાજાની કામગીરી, ડેમ સેફ્ટી વર્ક કરવામાં આવનાર છે. જેનાથી જળસંગ્રહ થતા કોટડા, રૂપાવટી,અને કંધેવાળિયા ગામના ખેડૂતોને પાણીનો લાભ મળશે. મંત્રીએ જસદણ તાલુકાના કનેસરા ગામે  કનેસરા કુંદણી રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. બન્ને ગામના આગેવાનો અને સરપંચો અને અગ્રણીઓએ મંત્રીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. 

કનેસરા ખાતે મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગામના આર્થિક વિકાસમાં રસ્તાનું યોગદાન અનેરું હોય છે. કનેસરાથી કુંદણી જવામાં થતી તકલીફ બ્રિજ સાથેનો આ પાક્કો રસ્તો બનતા દૂર થશે. જસદણ વીંછિયા વિસ્તારમાં કરોડોના ખર્ચે સંખ્યાબંધ રસ્તાઓનું ખાતમુહૂર્ત અને અનેકવિધ તળાવો અને ડેમના રીપેરીંગ, ડીપનિંગ વગેરે સિંચાઇના કામો પણ મોટાપાયે કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં તબક્કાવાર વિકાસકાર્યો કરીને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી રહી છે. 
આ પ્રસંગે અગ્રણી ભાવેશ વેકરીયા, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, ૩.૫૩ કરોડના ખર્ચે બનનાર ૩.૭૫ મીટર પહોળા ૪.૩ કી.મી. લાંબા કનેસરા કુંદણી રોડથી ગ્રામજનોને ચોમાસામાં પડતી અગવડ દૂર થશે અને બારેમાસ અવરજવરની સગવડ થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનાર આ ત્રીસ્તરીય રસ્તાના કાર્ય અંતર્ગત હયાત કાચા રસ્તાની બંને બાજુ જંગલ કટિંગ કરીને પહોળાઈ વધારીને પાકો રસ્તો તૈયાર કરવામાં આવશે, જેમાં ૪ અલગ અલગ જગ્યાએ કોઝવે તેમજ કુંદણી ગામે ૨૦૦ મીટર અને કનેસરા ગામે ૨૫૦ મીટરના સી.સી. રોડના કામો, ૧૩૦ મીટરની સંરક્ષણ દિવાલ, એક બ્રિજ અને ડ્રેનેજ વગેરેના કામોનો સમાવેશ થાય છે. મંત્રીએ જસદણના બાયપાસ રોડ વિસ્તારમાં ચોહલીયા પાર્ક ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ‚ા.૨૮ લાખના ખર્ચે થનાર નવા સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં શહેર અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application