રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ અંતર્ગત કુલ .૪૧૦ કરોડની મિલકત વેરા વસુલાતના અપાયેલા ટાર્ગેટ સામે આજ સુધીમાં ૩૨૭ કરોડની વસુલાત થઇ છે. આજથી તા.૩૧ માર્ચ સુધીના ૯૮ દિવસમાં ( રવિવાર અને જાહેર રજાઓ સહિતના) ૮૩ કરોડની રિકવરી કરવાની રહે છે. ટાર્ગેટ પૂર્ણ કરવા ટેકસ બ્રાન્ચ દ્રારા સઘન રિકવરી ડ્રાઇવ હાથ ધરાઇ છે જે અંતર્ગત આજે રૈયારોડ ઉપર ધ્રુવનગરમાં એક મિલકત સીલ કરાઇ હતી, યારે પ્રહલાદ પ્લોટના સમર્થ એપાર્ટમેન્ટમાં ત્રણ લેટ સીલ થાય તે પૂર્વે બાકીદારે .૯.૮૬ લાખનો વેરો ચૂકતે કર્યેા હતો.
વિશેષમાં ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નિલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ આજે ટેકસ બ્રાન્ચના વોર્ડ સ્ટાફ દ્રારા વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર શાક્રીનગર–૧૩માં આરતી વિધાલયને નોટીસ આપતા ચેક આપેલ, વોર્ડ નં.૨માં રૈયા રોડ ઉપર આમ્રપાલી સિનેમા નજીક ધ્રુવનગર મેઇન રોડ લમી પ્રોવિઝન સ્ટોર નજીક એક યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૯,૪૨૫, વોર્ડ નં.૭માં પ્રહલાદ પ્લોટ કોર્નર ઉપર સમર્થ એપાર્ટમેન્ટ ફોર્થ લોર લેટ નં.૪૦૧, થર્ડ લોર લેટ નં–૩૦૧ અને ફસ્ર્ટ લોર લેટ નં.૧૦૧ને નોટીસ આપતા ત્રણેય લેટના કુલ બાકીવેરા પેટે .૯.૮૬ લાખની રિકવરી, વોર્ડ નં.૧૬માં નવદુર્ગા રોડ સામે પુનીત સોસાયટીમાં કેસર હાઉસને નોટીસ સામે રિકવરી .૩૧,૨૪૦ થઇ હતી. ટેકસ બ્રાન્ચના સૂત્રોએ ઉમેયુ હતું કે આજે બપોરે સુધીમાં ઉપરોકત મુજબ એક મિલકતને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા પાંચ મિલ્કતને ટાંચ જી નોટીસ ફટકારતા કુલ ૧૯.૮૦ લાખની રીકવરી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech