મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળ્યા બાદ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. શનિવારે વિરોધીઓએ બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના આવાસ પર હુમલો કર્યો હતો. તેમણે જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા માટે ન્યાયની માંગ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ પણ કરી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો.
મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. શનિવારે ઇમ્ફાલમાં વિરોધીઓએ બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો અને જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા માટે ન્યાયની માંગ કરી હતી.
ધારાસભ્યોના ઘરો પર ટોળાના હુમલા બાદ ઇમ્ફાલ પશ્ચિમ પ્રશાસને જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કિરણકુમાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર શનિવારે સાંજે 4.30 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે ટોળાએ લામ્ફેલ સનાકેથેલ વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજનના નિવાસસ્થાન પર હુમલો કર્યો.
'તો મંત્રી રાજીનામું આપે'
લેમ્ફેલ સનાકેથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ ડેવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, 'સપમે અમને ખાતરી આપી હતી કે ત્રણ લોકોની હત્યા સંબંધિત મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જનતાની લાગણીનું સન્માન કરવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે . અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિરોધીઓએ ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના ઘર પર પણ હુમલો કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech