ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન

  • February 24, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવાઇચોક ખાતે આતશબાજીની રમઝટ: રાષ્ટ્રઘ્વજ લઇને મોટી સંખ્યામાં લોકોએ યાદગાર જીતની ઉજવણી કરી: મોડે સુધી ઠેર-ઠેર થઇ ઉજવણી
​​​​​​​

આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફીના ગઇકાલે દુબઇ ખાતે રમાયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના ડે-નાઇટ વન-ડે મુકાબલામાં વધુ એક વખત ભારતીય ટીમે પાક.ને રીતસર કચડીને ભવ્ય જીત હાંસલ કરી હતી, દરેક વખતે પાકિસ્તાન માટે ચેલેન્જ સાબીત થતાં કોહલીએ વિરાટ દેખાવ કરીને શાનદાર, જાનદાર અને દમદાર સદી ફટકારી હતી અને વિજયી ચોગ્ગા સાથે સેન્ચુરી પુરી કરી હતી.



આ જીત સાથે જ દેશભરમાં જશ્નનો માહોલ છવાઇ ગયો હતો અને હરહંમેશની જેમ જામનગરમાં પણ ભવ્ય જીતની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. ભારતે ખુબ આસાનીથી પાકિસ્તાન સામે વિજય પ્રાપ્ત કર્યા બાદ હવાઇચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતાં, રાષ્ટ્રઘ્વજ ધારણ કરીને જીતના નારા પોકાર્યા હતાં.


ભવ્ય આતશબાજી કરી હતી, એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી હતી, જીતના આ જશ્નમાં યુવાનોની સાથે મોટેરા પણ જોડાયા હતાં અને યાદગાર જશ્ન મનાવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application