શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં યુવાન અને તેના ભાણેજ પર અહીં જ રહેતા મહિલા સહિત સાત શખસોએ લાકડી અને છરી વડે હત્પમલો કર્યેા હતો. જેમાં મામા–ભાણેજ બંનેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોપી દાના ધંધાર્થી હોય દા પકડાયાનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હોવાનું યુવાને પોલીસ ફરિયાદમાં જણાવતા આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર ૬૧૦ ના ખૂણે રહેતા મોહિત જયંતીભાઈ ડાંગર (ઉ.વ ૨૬) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભારત ચમનભાઈ ચૌહાણ, પૂનમ મનીષભાઈ ડાંગર, અશોક સિંધવ અને ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના આશરે ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે પોતાના સસરાના ઘરેથી તેના ભાણેજ આશિષ રમેશભાઈ ચંદ્રપાલની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો. ત્યારે આંબેડકરનગર શેરી નંબર ૯ પાસે પહોંચતા અહીં આંબેડકરનગર શેરી નંબર પાંચમાં રહેતા ભારત ચૌહાણ, પૂનમ ડાંગર અને અશોક સિંધવ તથા ત્રણ અજાણ્ય તેની પાસે આવી કહ્યું હતું કે, કેમ તમે મારો દા પકડાવ્યો હતો તેમ કહી તેની સાથે ઝઘડો કરી લાકડી વડે માર મારવા લાગ્યા હતા. આ સમયે યુવાનના હાથમાં તેનો દોઢ વર્ષનો પુત્ર હોય જેથી તેને બચાવવા માટે યુવાનનો ભાણેજ આશિષ વચ્ચે આવતા આશિષને પણ મારમાર્યેા હતો. આ શખસોએ યુવાનને હાથમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો તેમજ તેના ભાણેજ આશિષને પર પણ લાકડી અને છરી હત્પમલો કર્યેા હતો. દરમિયાન અહીં લતાવાસીઓ એકત્ર થતાં આ શખસો અહીંથી જતા રહ્યા હતા.ઇજાગ્રસ્ત મામા–ભાણેજને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી હતી.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ દાના ધંધાર્થી હોય અને વિસ્તારવાસીઓએ જનતા રેડ કરી હોય બાદમાં તારીખ ૧૭૮ ના રાત્રીના પોલીસે આ બાબતે દાનો કેસ કર્યેા હતો. જે બાબતનો ખાર રાખી તેના પર આ હત્પમલો કરવામાં આવ્યો હતો અને તેને બચાવવા વચ્ચે પડતા તેના ભાણેજને પણ મારમાર્યેા હતો. આ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMસાવધાન: ડાયાબિટીસને કારણે બની શકો છો અંધ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ખાશ ધ્યાન
September 20, 2024 04:42 PMશહેરના બાર્ટન લાઈબ્રેરી નજીક ઈદના ઝુલુસ દરમ્યાન બે સગા ભાઈઓ પર ૫ શખ્સોનો હુમલો
September 20, 2024 04:30 PMભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો
September 20, 2024 04:29 PMશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech