સોજીમાંથી બનતી વાનગી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે હવે તેને ઘરે જ સોજીમાંથી ત્રણ ખાસ વાનગીઓ બનાવી શકો છો.
સોજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિ સોજીમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકે છે. તે શરીર માટે સ્વસ્થ છે. સૌ પ્રથમ, ઓછા સમયમાં ઘરે સોજી ઉપમા બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.
સોજી ઉપમા
સોજીનો ઉપમા બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, હવે તેમાં સરસવ અને હિંગ નાખો. આ પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં વટાણા અને ગાજર નાખીને 2-3 મિનિટ માટે ફ્રાય કરો. બધુ બફાઈ જાય એટલે તેમાં રવો ઉમેરો અને સતત હલાવતા રહો.
જ્યારે રવો આછો સોનેરી થાય ત્યારે તેમાં પાણી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો અને પછી સર્વ કરો.
સોજિનો હલવો
આ સિવાય તમે સોજીનો હલવો પણ બનાવી શકો છો. આ એક સ્વાદિષ્ટ વાનગી છે, જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. સોજીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં રવો ઉમેરો અને હલાવતા રહો. જ્યારે રવો આછો સોનેરી થઈ જાય, ત્યારે તેમાં દૂધ અને થોડું પાણી ઉમેરો અને ધીમા તાપે હલાવતા રહો.
દૂધ થોડું સુકાઈ જાય એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ પછી તેમાં થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી હલવાને ધીમી આંચ પર 3 થી 4 મિનિટ સુધી ચડવા દો. બફાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો.
સોજી ઢોકળા
સોજી ઢોકળા એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો છે. આને સવારના નાસ્તામાં કે સાંજે બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌપ્રથમ સોજી અને દહીં મિક્સ કરો અને 30 મિનિટ માટે રાખો. હવે તેમાં હળદર પાવડર, ખાવાનો સોડા, સ્વાદ મુજબ મીઠું નાખી બધું મિક્સ કરો. હવે ઢોકળા સ્ટીમરને થોડું તેલ લગાવીને ગ્રીસ કરો.
ઢોકળા સ્ટીમરમાં બેટર રેડો અને 20 થી 25 મિનિટ સ્ટીમ કરો. જ્યારે તે બરાબર રંધાઈ જાય અને થોડું હૂંફાળું થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢીને કાપીને સર્વ કરી શકો છો. સોજીમાંથી બનેલી આ ત્રણ વાનગીઓ તમારા ઘ
રે બનાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech