પડધરીમાં ઓરડીમાંથી રૂ.૧.૮૩ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

  • January 04, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીમાં હરીપર ખારી જવાના ઢાળીયા પાસે આવેલી ઓરડીમાં પોલીસે દરોડો પાડતા અહીં અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૦૪૪ બોટલ મળી આવી હતી.જોકે અહીં દારૂ છુપાવી રાખનાર શખસ હાથ લાગ્યો ન હતો.પોલીસે રૂ.૧.૮૩ લાખની કિંમતનો દારૂ કબજે કરી બુટલેગરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
​​​​​​​
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,પડધરીના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એલ.ઝાલા એએસઆઇ અમે.એફ.ચૌહાણ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન એવી બાતમી મળી હતી કે,અહીં સંજય ઉર્ફે લાલો નામના શખસની ઓરડીમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૦૪૪ બોટલ દારૂ કિં.રૂ.૧,૮૩,૬૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો.જોકે પોલીસ પહોંચે તે પૂર્વે આરોપી સંજય ઉર્ફે લાલો તેજાભાઇ પરમાર(રહે.પડધરી) નાસી ગયો હોય પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આરોપી સંજય અગાઉ સુરતમાં દારૂ ભરેલા આઇશર ઝડપાવાના પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું માલુમ પડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application