પોલીસથી બચવા બુટલેગરની નવી ટેકનિક દિલ્હીથી પાર્સલની આડમાં દારૂ મગાવ્યો

  • December 30, 2023 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે ત્યારે મોરબીના બુટલેગરે દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત પાર્સલની આડમાં દા મંગાવ્યો હતો. ડા ટ્રાન્સપોર્ટનગરમાં કુરિયરની ઓફિસે આ પાર્સલ આવતા શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા છ પાર્સલમાંથી એકાઉન્ટ બોટલ દા મળી આવ્યો હતો તપાસમાં પાર્સલ મંગાવનાર મોરબીનો શખ્સ હોવાનું માલુમ પડતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ–અમદાવાદ હાઈવે પર ડા ટ્રાન્સપોર્ટનગરમાં જય હિન્દ વેરહાઉસ યુનિટ–૧ માં આવેલા સેફ એકસપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કુરિયર કંપનીના એરીયા મેનેજર રામ શર્માએ ગઈકાલ સાંજના પોલીસને જાણ કરી હતી કે, અમારી કંપનીમાં આવેલા છ પાર્સલ શંકાસ્પદ જણાય છે અને તેમાં દા હોય તેવી વાસ આવે છે. મેનેજર કરેલા આ કોલ બાદ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો. પોલીસે શંકાસ્પદ જણાતા આ પાર્સલોની તપાસ કરતા તેમાંથી . ૫૧,૦૦૦ કિંમતની ૫૧ બોટલ દા મળી આવ્યો હતો.


બાદમાં પોલીસે કુરિયર કંપનીના મેનેજર રામ શર્માને પૂછતા પાર્સલ મંગાવનાર મોરબીમાં રહેતો સતિષ બટુકભાઈ વાઘેલા હોવાનું પડું હતું. તેણે દિલ્હીથી આ પાર્સલ મંગાવ્યું હતું જે વાયા રાજકોટ થઈ મોરબી બ્રાન્ચમાં જમા થવાનું હતું. મોરબી બ્રાન્ચમાં તપાસ કરતા પાર્સલ લેવા માટે સતીશનો ફોન આવ્યો હોવાનું માલુમ પડું હતું જેથી પોલીસે મોરબીના સતિષ બટુકભાઇ વાઘેલા સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી પાર્સલની આડમાં મોકલાવેલ .૫૧,૦૦૦ ની કિંમતનો એકાઉન્ટ બોટલ દા જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે અન્ય એક દરોડામાં આજીડેમ પોલીસે પ્રધ્યુમન પાર્ક તરફ જતા રોડ પર સાગરનગર પાસે રહેતા સંજય ધનજીભાઇ ઓતરદીયા(ઉ.વ ૩૦) ને દાની ૬ બોટલ સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application