બીમારીનું બહાનું, સિવિલમાં લિકર પરમિટના લેભાગુઓને લપડાક

  • September 18, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોટા ભાગના લોકો બીમારીનું કારણ આગળ ધરી લિકર પરમીટ કઢાવી દા પીવાનું બહાનું શોધતા હોઈ છે, આવા લિકર પરમીટ ધારકો જયારે તેનું સાચું મેડિકલ ચેકઅપ કરાવે ત્યારે તેના માટે ડિ્રન્ક કરવું કેટલું ફાયદાકારક કે નુકસાન કારક છે ટેબો વાસ્તવિકતા દર્શાવતો રિપોર્ટ સામે આવે છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી અને રીન્યુઅલ લિકર પરમીટના મેડિકલ ચેકઅપ માટે આવતા ધારકોમાં મોટાભાગનાનો મેડિકલ તપાસણી બાદ રિપોર્ટમાં લીવર ફંકશન સહિતની કેટલીક એવી બીમારીઓ સામે આવી રહી છે કે જેના કારણે લિકર પરમીટ માટે મંજૂરી આપી જ ન શકાય અથવા તો જે યુનિટની મંજૂરી હોઈ તે ઘટાડવા માટેનું સ્પષ્ટ્ર પણે તબીબ અભિપ્રાયમાં જણાવી રહ્યા હોવાનું જાણવા મળી રહયું છે. જેના કારણે હેલ્થની તકલીફનું બહાનું ધરી ડિ્રન્ક કરતા લિકર ધારકોને પોતાની હેલ્થની ગંભીરતાને ધ્યાનમાં લેવાને બદલે દા ઓછો કેમ મળે ? એ ચિંતા વધુ સતાવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષેાથી આડેધડ લિકર પરમીટ ધારકોનું મેડિકલ ચેકઅપ કરાવી ન કરાવી લિકર પરમીટ રીન્યુ કરી આપવાની સાથે યુનિટ વધારી આપવામાં આવતા હતા તેને બદલે લિકર પરમીટના નિયમોમાં નવી એસઓપી બનાવી ધરમૂળથી ફેરફાર કરવામાં આવતા હવે લિકર પરમીટ ધારકો દુ:ખાવો પેટનો અને ફટી માથું રહ્યા હોવાનું જોવા મળી રહયું છે. આ દુ:ખાવાનું કારણ બતાવતી વેઈનની તપાસ કરવામાં આવી તો એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે, બે મહિના પૂર્વે નવ નિમણુકં પામેલા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ અગાઉના સમયમાં ચાલતી લીકરની લાલીયાવાડી બધં કરી દઈ બધું નિયમ મુજબ કામગીરી થશે તેમ સ્પષ્ટ્ર પણે આ કામગીરી સાથે સંકળાયેલા તબીબ–સ્ટાફને સૂચના આપી દેવામાં આવતા મેડિકલ ચેકઅપના જરી રિપોર્ટ ફરજીયાત કરી રિપોર્ટના આધારે ફિઝિશિયન, મેડિકલ ઓફિસર ઉપરાંતનો સ્ટાફ પણ હવે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં ફાઇનલ મંજૂરી માટે સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં જયારે ફાઈલ મુકવામાં આવે ત્યારે તેના રિપોર્ટ સહિતની વિગતો ઝીણવટભરી રીતે તપાસી લીવર ફંકશનમાં કેટલીક તકલીફ હોવાની સાથે સાથે અન્ય બીમારી હોવાનું જોવા મળે ત્યારે તેમના માટે ડિ્રન્ક જીવલેણ સાબિત થઇ શકે છે એવા લિકર ધારકોનના યુનિટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો અમુક કેસમાં દાખલ થઈ સારવાર લેવા માટેનું પણ જણાવાઈ રહ્યું છે. આ બધા કોકટેલ કારણો લિકર ધારકોને હજમ ન થતા કેટલાક રાજકીય પાવરના તો કેટલાક મની પાવરના નશામાં ઉછળકૂદ કરી ઈરાદો પાર પાડવા માટે મથતા હોવાનું પણ કેટલાક કેસમાં સામે આવ્યું છે. એમ છતાં નિયમ મુજબ જ હોસ્પિટલના જવાબદારો લિકર પરમીટની કાર્યવાહી કરવામાં મક્કમતા દર્શાવી રહ્યા છે.

નવી કમિટી બનાવાઈ
હેલ્થ પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાં અગાઉ કોઈ કમિટી જ નહતી ત્યારે નવ નિયુકત સુપ્રિન્ટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ મેડીસીન વિભાગમાંથી ફિઝિશિયન અને એક મેડિકલ ઓફિસરની કમિટી બનાવાઈ છે, કમિટીના અધ્યક્ષ તબીબી અધિક્ષક રહેશે. ફિઝિશિયન અને મેડિકલ ઓફિસર રિપોર્ટના આધારે નોટ લખશે અને એ નોટના આધારે તબીબી અધિક્ષક અરજદારને લિકર પરમીટ આપી શકાય કે નહીં અથવા આપવામાં આવે તો કેટલા યુનિટ એ રીમાર્કસ કરશે. ફિઝિશિયન અને મેડિકલ ઓફિસર ઉપરાંત જર જણાયે અન્ય વિભાગના તબીબનો પણ કમિટીમાં જર પડે સમાવેશ કરવામાં આવી શકે છે.

લિકર પરમિટ વહેલી કરી આપો, નેતાઓની ભલામણ
સિવિલમાં આવતા લિકર પરમીટ ધારકો પૈકીના કેટલાક લોકોએ અત્યાર સુધીમાં પૈસા ફેંક પરમીટ લે અને એમ ના પતે તો રાજકીય ભલામણ થકી પરમીટની પરવાનગીમાં મુખ્ય મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી ન અટકે માટેના ખેલ કરવામાં આવતા હતા. હાલ નવા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાના આવ્યા પછી લિકર ધારકોની પૈસા ફેંક તમાશા દેખની લાઈન જ બધં કરી દેવામાં આવતા હવે રાજકીય ભલામણ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. આથી નેતાઓ પણ જે તે અરજદારની લિકર પરમીટની કામગીરી વહેલી તકે કરી આપવા માટે કોઈ પણ સંકોચ વગર સ્થાનિક ઉપરાંત છેક ગાંધીનગરથી ભલામણ કરાવામાં આવી રહી છે.

લિકર પરમીટમાં સૌથી ધનાઢ વ્યકિતઓ
ઈંગ્લીશ દારૂ  પીવામાં પણ કાયદેસર અને ગેરકાયદેસર બે નિયમ છે, પરમીટ ન હોઈ તેવા લોકો દા પિતા પકડાય તો ગુનો બને છે જયારે પરમીટ ધારક કેટલાક નિયમોને આધીન દારૂ  પી શકે છે તેમાં કોઈ ગુનો બનતો નથી. આથી જ પૈસા પાત્ર ૪૦ વર્ષની ઉંમર વટાવતા જ લિકર પરમીટ કઢાવી હેલ્થના નામે બેફામ પણે દા ઢીંચી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં લિકર પરમીટ માટે આવતા અરજદારોમાં મોટાભાગે બિલ્ડર, કારખાનેદાર, ઉધોગપતિ, શો–મના માલિકો, રાજકીય અગ્રણીઓનો સમાવેશ થાય છે.


નવી એસ.ઓ.પી. મુજબ કામગીરી
 નશાબંધી ખાતેથી અરજી પીડીયું સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા બાદ અરજદારને તબીબ તપાસ માટે ટેલિફોનિકપત્રથી જાણ કરવામાં આવશે.
 અરજદારને જાણ કર્યે તારીખ અને સમય આપવામાં આવે એ સમયે ઓપીડી વિભાગમાં કેસ કદહવી તબીબી અધિક્ષકની કચેરીએ હાજર રહેવું.
 અરજદારે પાસપોર્ટ સાઈઝના બે ફોટા–આધાર કાર્ડ ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે રાખવી.
 પ્રથમ અરજદારનું બીપી,હાઈટ,વજન વગેરે તેમજ સાથે લાવેલા ડોકયુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે.
 તબીબી પરીક્ષણ માટે કેસ ફાઈલ સાથે ઓપીડી બિલ્ડીંગ મ નં–૧૬માં ઈસીજી અને મ નં–૧૦માં બ્લડ સેમ્પલ, ટ્રોમા કેસ સેન્ટરના ગ્રાઉન્ડ લોર સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવાની રહેશે. આ ઉપરાંત કન્સલ્ટન્ટ તબીબને જર લાગે તો વધુ રિપોર્ટ કરાવી શકે છે.
 તબીબી પરીક્ષણ પૂં થયા બાદ ફાઈલ સાથે સિવિલ અધિક્ષકની કચેરીએ સંબધિત કલાર્કને સાંજે ૬:૧૦ના સમય સુધીમાં જમા કરાવવાની રહેશે.
 સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયે ટેલિફોનિક સૂચના મળ્યા બાદ મંજુર થયેલા યુનિટ તથા વર્ષને ધ્યાને લેતા જે–તે ફી પેટની રકમનો ડિમાન્ડ ડ્રાટ આપવાનો રહેશે.(ઓનલાઇન પણ સ્વિકારવામાં આવશે) જેની રિસીપ્ટ તબીબ અધિક્ષક કચેરીમાં જમા કરાવવાની રહેશે.જેની ચકાસણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
 હેલ્થ પરમીટ માટે ફી પેટે .૫૦૦૦ પ્રતિ યુનિટ વર્ષ લેખે જમા કરવાના રહેશે.
 હેલ્થ પરમીટની ફી સિવાય અન્ય કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની અરજદારોએ નોંધ લેવી.
 હેલ્થ પરમીટ માટે હોસ્પિટલના અધિકારી કે કર્મચારી કોઈપણ પ્રકારની લાંચ કે અન્ય પ્રકારે પૈસા માગે તો તબીબી અધિક્ષકનો સંપર્ક કરવો.
 હેલ્થ પરમીટ આવેલી અરજીઓની નિકાલ ફીફો (ફસ્ર્ટ ઈન ફસ્ર્ટ આઉટ) પ્રથમ આવેલી અરજીની પ્રથમ નિકાલ પધ્ધતિસર કરવામાં આવશે.
ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના નોટિફિકેશન તા.૨૭૬૨૦૧૯ અન્વયે તબીબી અધિક્ષકનો નિર્ણય આખરી રહેશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application