જો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ

  • November 22, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાના સંચાર મંત્રી મિશેલ રોલેન્ડે ગઈકાલે સંસદમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબધં મૂકવા માટે એક બિલ રજૂ કયુ હતું. જો ખરડો કાયદો બની જાય છે, તો તે વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ કાયદો હશે. રોલેન્ડે કહ્યું કે બાળકોની ઓનલાઈન સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માતાપિતા માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે બિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાથી રોકવામાં નિષ્ફળતા માટે પ્લેટફોર્મને ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ૨૭૮ કરોડ પિયા) સુધીના દંડની જોગવાઈ છે. જેમાં ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ રેડિટ, એકસ અને ઇનસ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પણ સામેલ છે.રોલેન્ડે સંસદમાં જણાવ્યું હતું કે આ બિલ સમાજમાં એક નવો માનક સિદ્ધાંત સ્થાપિત કરવા માંગે છે કે સોશિયલ મીડિયાની અકસેસ એ ઓસ્ટ્રેલિયામાં ઉછરવાની નિર્ણાયક લાક્ષણિકતા નથી. એવી વ્યાપક માન્યતા છે કે બાળકો અને કિશોરોને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ અમર્યાદિત અનકટ સામગ્રીને અકસેસ કરવાથી રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ બિલને વ્યાપક રાજકીય સમર્થન છે. એકવાર ખરડો કાયદો બન્યા પછી, સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સ પાસે વય પ્રતિબંધો લાગુ કરવા માટે એક વર્ષનો સમય રહેશે.
રોલેન્ડે કહ્યું કે સોશિયલ મીડિયા ઓસ્ટ્રેલિયામાં ઘણા યુવાનો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ૧૪ થી ૧૭ વર્ષની વયના લગભગ બે તૃતીયાંશ ઓસ્ટ્રેલિયન બાળકોએ ઇન્ટરનેટ પર અત્યતં હાનિકારક સામગ્રી જોઈ છે, જેમાં ડ્રગનો દુપયોગ, આત્મહત્યા, હિંસા અથવા સ્વ–નુકસાન સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. એક ચતુથાશ બાળકોએ એવી સામગ્રી જોઈ છે જે ખાવાની ખરાબ ટેવોને પ્રોત્સાહન આપે છે. રોલેન્ડે સરકારી સંશોધનને ટાંકીને કહ્યું કે ૯૫ ટકા ઓસ્ટ્રેલિયન માતા–પિતા બાળકોના ઉછેરમાં ઓનલાઈન સુરક્ષાને સૌથી મોટો પડકાર માને છે. ઓસ્ટ્રેલીયામાં કેટલાક વાલીઓએ આ નિર્ણયને આવકાર્યેા છે. જો કે કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે શા માટે બાળકોને સોશિયલ મિડીયાથી દૂર રાખવા જોઈએ અને શું આ સંભવ છે? સોશિયલ મીડિયા કપનીઓએ કહ્યું કે તે કાયદાનું પાલન કરશે પરંતુ યોગ્ય વાતચીત કરીને સરકારને ઉતાવળે નિર્ણય ન લેવા આગાહ પણ કરી છે. આ કાયદામાં યુ ટુબ જેવા કેટલા પ્લેટફોર્મ આ પ્રતિબધં હેઠળ નહી આવે. કારણ કે યુ ટુબનો ઉપયોગ બાળકોના અભ્યાસ જેવા અન્ય કામ માટે કરવામાં આવે છે. કાયદો બન્યા પછી બધી સોશિયલ મિડિયા કંપનીઓને એક વર્ષ સુધીનો સમય આપવામાં આવશે, જેનાથી તેઓ બાળકો પર પ્રતિબધં લગાવવાની યોજના તૈયાર કરી શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application