ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના ૨૦થી વધુ કોમ્યુનિટી હોલ લગાળામાં બધં રહેતા મધ્યમ વર્ગના પરિવારોમાં દેકારો બોલી ગયો છે ત્યારે રાજકોટના પૂર્વ મેયર અશોકભાઇ ડાંગરએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી અિકાંડ વખતથી બધં કરાયેલા કોમ્યુનિટી હોલમાં જે કઇં કામગીરી કરવાની હોય તે પૂર્ણ કરી તાત્કાલિક બુકિંગ શ કરવા માંગણી કરી છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત રજુઆતમાં પૂર્વ મેયર અશોક ડાંગરએ જણાવ્યું છે કે, ટીઆરપી ગેમઝોનની ઘટનાને પગલે મહાપાલિકા દ્રારા ગત તા.૧ ઓગસ્ટ ૨૦૨૪થી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ કોમ્યુનિટી હોલ હાલ બુકિંગ બધં છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની મેરેજ સિઝનમાં ભારે હાલાકી અને ભારે આર્થિક નુકશાની વેઠવી પડે છે, મારી જાણ મુજબ સરકારના આદેશના પગલે અિ કાંડની ઘટના બાદ જાહેર કરવામાં આવેલ કે તમામ કોમ્યુનિટી હોલ કે જેમાં ફાયર એનઓસી નથી અથવા ફાયર એનઓસી રિન્યૂ કરવાનું હોય જે લગત તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બુકિંગ શ કરશે પરંતુ ચારેક મહિનાઓથી હજુ પણ કોમ્યુનીટી હોલ બધં છે તેમજ હાલ કોમ્યુનિટી હોલની કામગીરી શૂન્ય છે. ઘણા કોમ્યુનિટી હોલ ફકત એનઓસી રિન્યૂ નહીં હોવાના કારણે બધં છે તો આવા કોમ્યુનિટી હોલ શ કરી શકાય તેમ છે તેમજ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કમુર્તાના દિવસો બાદ કરતાં ભારે લગાળો હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મોટાભાગના કોમ્યુનિટી હોલનું ભાડું ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોષાય તેવું હોવાથી શેહેરીજનો દ્રારા મહાપાલિકાના કોમ્યુનિટી હોલની પ્રથમ પસંદગી કરવામાં આવે છે. યારે આવા પરિવારો ૧૫થી ૨૦ કિલોમીટર પાર્ટી પ્લોટ રાખી ના શકે અને આર્થિક પરવડે પણ નહીં જે પગલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલમાં ફાયર સાધનો તથા ફાયર એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક બુકિંગ કરવા વિનંતી છે
કોમ્યુનિટી હોલ બધં હોવાને કારણે મધ્યમ વર્ગને લ પ્રસંગમાં લાખ રૂપિયાનો ફટકો
મહાપાલિકાના આધુનિક અને સુવિધાયુકત કોમ્યુનિટી હોલ પ્રતિ દિવસના .૧૦ હજારથી શ કરી એસી હોલ હોય તો ૩૫ હજાર સુધીના ભાડેથી મળે છે. યારે હાલ મેરેજ સિઝનમાં જ્ઞાતિ–સમાજની વાડીઓ અને પ્રાઇવેટ હોલના બુકિંગ ફલ થઇ ગયા છે. જ્ઞાતિ–સમાજની વાડી તો હજુ પણ સસ્તા ભાડે મળી જાય પરંતુ પ્રાઇવેટ હોલ તો પ્રતિ દિવસના પચાસ હજારથી .એક લાખના ભાડેથી મળે છે. મધ્યમવર્ગના પરિવારો મહાપાલિકાના કોમ્યુનિટી હોલ પ્રતિ દિવસ .૧૦ હજારમાં મેળવી પ્રસગં યોજી શકતા તેમણે હવે પ્રતિ દિવસનું પચાસ હજારથી .એક લાખનું ભાડું ચુકવી ખાનગી હોલ ભાડે મેળવવા દોડધામ કરવી પડી રહી છે તે વાસ્તવિકતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech