દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ગરબીઓમાં બાળાઓને લ્હાણીનું વિતરણ કરાયું

  • October 23, 2023 11:49 AM 

જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા આશરે 23 હજારથી વધુ બાળાઓને ભેટ અપાઈ




દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રીના પવિત્ર પર્વના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે નવરાત્રિના પ્રારંભથી જામનગરના સેવાભાવી અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ અને સલાયા વિસ્તારમાં યોજાતી ગરબીઓમાં પ્રથમ નોરતાથી દરરોજ રૂબરૂ જઈને ગરબી મંડળની તમામ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન આશરે 25,000 જેટલી બાળાઓને લ્હાણી આપવામાં આવી છે.



જામનગર કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તેમજ જામનગર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં યોજાતી તમામ ગરબીમાં લ્હાણી વિતરણ કરવાના ઉમદા આશય સાથે ખંભાળિયા, સલાયા તથા ભાણવડ તાલુકામાં આવેલા 132 ગામની આશરે સાડા ચારસો જેટલી ગરબીમાં રમતી કુમારીકાઓને લ્હાણી વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.



જે અંતર્ગત પ્રથમ દિવસે વાડીનારથી આહિર સિંહણ ગામ, બીજા નોરતે કંડોરણા બજાણાથી કોલવા સુધીના ગામ, ત્રીજા નોરતે કુવાડીયાથી બેહ અને સલાયા સુધીના ગામ, ચોથા નોરતે લાલપરડા કેશોદથી મોવાણ સિધ્ધપુર સુધીના ગામ, પાંચમાં નોરતે ચાંદવડ - ગુંદાથી મોટા કાલાવડ સુધી, છઠ્ઠા નોરતે જસાપરથી રેટા કાલાવડ સુધી સાતમા નોરતે ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ રવિવારે આઠમા નોરતે ભાણવડ શહેર વિસ્તારમાં તેમના દ્વારા રૂબરૂ જઈ, અને બાળાઓને લ્હાણી વિતરણ કરી, આશીર્વાદ મેળવ્યા હતા.



આમ, આ વિસ્તારના આશરે 132 જેટલા ગામોની 435 જેટલી ગરબીઓમાં જઈને માતાજીની આરાધના કરતી આશરે 23,000 થી વધુ બાળાઓને રૂબરૂ ભેટ આપી, આ વર્ષે પણ મેરામણભાઈ ભાટુએ સેવાની જ્યોત જલાવી હતી. આ ધાર્મિક સેવા કાર્યમાં મેરામણભાઈ ભાટુ સાથે મારખીભાઈ વસરા, મેરામણભાઈ રાવલીયા, કિરીટભાઈ ખેતિયા, કિરીટસિંહ વાઘેલા, ખીમભાઈ બોદર, પીઠાભાઈ કરમુર, ભીમશીભાઈ, વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, દેવાયતભાઈ ચાવડા, દેવશીભાઈ ચાવડા, સહિતના આગેવાનો-કાર્યકરો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application