ખંભાળિયામાં આવેલા દ્વારકેશ કમલમ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે તાલુકા ભાજપની ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તથા તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાની હાજરીમાં વિવિધ મુદ્દે મહત્વની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
જેમાં ભાજપના આગેવાન ભરતભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ મંત્રી અને ખંભાળિયા તાલુકા મંડળના પ્રભારી રાજુભાઈ સરસિયા, તાલુકા મંડળના પ્રમુખ સી.એલ. ચાવડા, મહામંત્રી ખીમાણંદભાઈ ગઢવી, શામજીભાઈ નકુમ ઉપરાંત તાલુકા સંગઠન અને મંડળ મોરચાના નવનિયુક્ત હોદેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ બેઠકમાં તાલુકા પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને બક્ષીપંચ મોરચાના જિલ્લાના મહામંત્રી મેસુરભાઈ આંબલીયા દ્વારા અનુમોદન અપાયું હતું.
આ મહત્વની બેઠકમાં યુવા અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ બેઠકમાં સિનિયર આગેવાન ભરતભાઈ ચાવડા અને મંડલ પ્રમુખ સી.એલ. ચાવડા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી દ્વારા દરેક કાર્યકર્તાઓને સંગઠનાત્મક બાબતોનું સવિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
આ બેઠકમાં આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદેદારોને ભગવાન દ્વારકાધીશના ઉપરણા વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મહામંત્રી ખીમાણંદભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 21, 2024 07:23 PMકાલાવડ ફાયરની ટીમે ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં રેસ્ક્યુ કરી કરોડોનું નુકસાન બચાવ્યું
December 21, 2024 07:22 PMજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech