જામનગરના વેપારી સાથે કોલસાના કારોબારમાં લાખોની છેતરપીંડી

  • October 20, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની 2 મહિલા સહિત 4 સામે ફરીયાદ : 23.45 લાખની ઠગાઇ


જામનગરના વેપારીને કોલસાનો વેપાર કરવા વિશ્ર્વાસમાં લઇ એડવાન્સ પેમેન્ટની અન્ય એક આરોપીએ જવાબદારી લીધા બાદ કુલ 39.54 લાખની રકમ કટકે કટકે ખાતામાં જમા લીધી હતી, ત્યારબાદ કટકે કટકે 16 લાખનો માલ આપી બાકીની રકમ 23.45 લાખ નહીં આપવા માટે આરોપીઓએ કાવતરુ રચીને ઘણા સમયથી જવાબ નહીં આપીને છેતરપીંડી-વિશ્ર્વાસઘાત કર્યો હતો આથી મામલો પોલીસમાં લઇ જવાયો છે જયાં અમદાવાદની બે મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



જામનગરના શ સેકશન રોડ, પેલેસ ગ્રાઉન્ડની સામે અનમોલ એપાર્ટમેન્ટ બ્લોક નં. 7માં રહેતા લોહાણા વેપારી આનંદભાઇ અશોકભાઇ પોપટ (ઉ.વ.37) ની રાજ કૈલાશકુમાર નામના શખ્સે એઆર નેચરલ રીસોર્સીસના વહિવટકતર્િ સંદીપ શમર્િ સાથે ઓળખાણ કરાવી સસ્તામાં કોલસાનો વેપાર કરવાનું કહયુ હતું તથા એડવાન્સ પેમેન્ટની જવાબદારી લઇને વેપારીને વિશ્ર્વાસમાં લીધા હતા.



આનંદભાઇની પેઢી ઇમ્પીરીયલ ફયુઅલના બેન્ક ખાતામાંથી કટકે કટકે ા. 39.54.008 આરટીજીએસથી આરોપી એઆર નેચરલના માલીક અંબીકા શમર્િ તથા સર્ટીલીંગ સીટી, બોપલની પેઢીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરીયાદીને કટકે કટકે 16.08.808નો કોલસાનો માલ આપી એડવાન્સ પેટે કુલ 23.45.200 લેવાના નીકળતા હતા.



તે પીયા પરત આપવા ન હોય જેથી ચારેય આરોપીઓએ ભેગા મળી કાવત રચીને જામનગરના વેપારી સાથે બે આરોપીઓએ સમજુતી કરી અને બંને કંપનીના માલિક ન હોવાનું જાણવા છતા એઆર નેચરલ રિસોસીંગના ઉપરોકત બેન્ક ખાતાના 3 ચેક પર સંદીપે પોતાની સહીઓ કરી હતી અને ફરીયાદીને કિંમતી જામીનગીરી પે 3 ચેક લખી આપ્યા હતા.



ત્યારબાદ રાજે ા. 8 લાખનો માલ આપવાનું કબુલ્યુ હતું અને ચેક આપ્યાનો સમજુતી લખાણ કરી આપી આ ચેક મુદત તારીખમાં વટાવતા ચેક ખોટી સહીના લીધે પરત થયો હતો અને ફરીયાદીને તેના પીયા કે માલ મળેલ ન હોય તથા આરોપીઓ ઘણા સમયથી ફરીયાદીને ફોનમાં કે બ મળતા ન હોય જેથી ચારેય આરોપીઓએ મળી જામનગરના વેપારી વિરુઘ્ધ કાવત રચીને વિશ્ર્વાસઘાત-છેતરપીંડી કરી હતી.



ગત જાન્યુઆરી-2022થી આજ સુધીના સમયગાળા દરમ્યાન શહેરના પી.એન. માર્ગ પર આવેલ ન્યુ સ્કવેર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, બીજા માળ ફરીયાદીની ઓફીસ ખાતે બનાવ બન્‌યો હતો, આરોપીઓએ જાણી જોઇ એઆર નેચરલના બેન્ક ખાતાના ચેક પર ખોટી સહી કરી ફરીયાદીને જામીનગરી લખી આપી ઠગાઇ કરવામાં આવી હતી.



આ વિગતોના આધારે વેપારી આનંદભાઇ પોપટ દ્વારા સીટી-બીમાં ગઇકાલે એઆર નેચરલ રિસોસીંગ અમદાવાદના વહીવટકતર્િ સંદીપ હરેન્દ્રકુમાર શમર્,િ રાજ કૈલાશકુમાર અય્યાચી, બાગેશ્રી ટાઉનશીપ-2, હાઉસ નં. 158, કંડલા પોર્ટ પાસે, વારસામેળી કચ્છ તથા એઆર નેચરલ રિસોસીંગ અમદાવાદના માલિક અંબિકા સંદીપકુમાર શમર્િ અને રેણુકા મનોજકુમાર શમર્િ રહે. સર્ટીલીંગ સીટી, બોપલ અમદાવાદની વિરુઘ્ધ આઇપીસી કલમ 406, 420, 465, 467, 468, 471, 120(બી) મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application