કુબ્રા સૈત નવાઝુદ્દીનને પકડી પકડીને કહેતી ચાલ સેકસ સીન કરીએ

  • May 15, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સગીરાવસ્થામાં વર્જિનિટી ગુમાવનારી એક્ટ્રેસે શેર કર્યા સેક્રેડ ગેમ્સના અનુભવ
  • નવાઝુદ્દીનને દુનિયાનો સૌથી શરમાળ શખસ ગણાવે છે કુબ્રા સૈત


સગીરાવસ્થામાં જ પરિવાર પર અહેસાન કરનારા પરિચિત દ્વારા વર્જિનિટી ગુમાવનારી એક્ટ્રેસ કુબ્રા સૈત પછી તો એવી બોલ્ડ થઇ ગઇ કે, તેને હવે કોઇ વાતનો જાણે છોજ રહ્યો નથી. તાજેતરમાં તેની વેબ સીરિઝ સેક્રડ ગેમ્સના અનુભવ વિશે વાત કરી સૌને ચોંકાવી દીધા છે.


કુબ્રા સૈત પોતાના ઇન્ટર્વ્યુમાં ઘણી વખત સેક્રેડ ગેમ્સના સેક્સ સીન વિશે પણ વાત કરી ચૂકી છે. તેણે પહેલા કહ્યું હતું કે, તે આ સીન પછી ખૂબ રડી હતી. ફિલ્મમાં કુબ્રા ટ્રાન્સજેન્ડર કુક્કૂના રોલમાં હતી. હવે તેણે પોતાના કો સ્ટાર નવાઝુદ્દીન સાથે થયેલો કિસ્સો પણ સંભળાવ્યો. કુબ્રાએ નવાઝુદ્દીનના વખાણ કરતા કહ્યું કે, તે ઘણી સારી વ્યક્તિ છે. આ ફિલ્મના સીન વખતે નવાઝ એટલો શરમાતો હતો કે, તેને પકડીને સેક્સસીન કરાવવો પડતો હતો. એટલું જ નહીં કુબ્રા તેને કિસ કરીને ચીડવતી પણ હતી કે ચલ સેક્સ સીન કરીએ.


સેક્રેડ ગેમ્સમાં કુબ્રા અને નવાઝુદ્દીનના ઇન્ટીમેટ સીન્સ છે. સીરીઝનો ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હતો. તેમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ પણ એક્ટિંગ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં કુબ્રાએ સેક્સ સીન વિશે કહ્યું કે, તે સીન પહેલા દિવસે શૂટ થયો હતો. આ દિવસનો છેલ્લો સીન હતો. 


મને યાદ છે કે, અમે સીન પૂરો કર્યો અને તેને કરવામાં અમને 7 ટેક લાગ્યા હતા. સાતમા ટેક સુધી, હું ભૂલી ગઇ હતી કે મેં કેટલા કલાક શૂટિંગ કર્યું. હું જમીન પર પડી ગઇ અને ઉઠી ન શકી. હું એટલી થાકી ગઇ હતી અને રડતી હતી. નવાઝ અને અનુરાગ કશ્યપે મને ઉઠાડી અને ભેટી પડ્યા કારણ કે, હું રડી રહી હતી અને મેં ધીમેથી કટ સાંભળ્યું.


કુબ્રાએ નવાઝુદ્દીન સિદ્દીકી વિશે કહ્યું કે, હું તેમને પસંદ કરું છું. તે ઘણી સારી વ્યક્તિ છે અને એક સારો કો એક્ટર પણ છે. તે ઘણો શરમાળ વ્યક્તિ પણ છે અને અમારા બધા સીન્સ સાથે પણ હતા. તેઓ આ ધરતી પરના સૌથી વધારે શરમાળ વ્યક્તિ છે. તેથી તેને પકડી પકડીને સીન કરાવવો પડતો હતો. હું જઇને તેના ગાલ પર કિસ કરતી હતી અને બોલતી હતી કે, ચલ સેક્સ સીન કરીએ. એ મારું કામ છે અને મારે તેના માટે માહોલ બનાવવો પડતો હતો.



અગાઉ એક રિયાલિટી શોમાં કુબ્રાએ પોતાના બાળપણ અને તે સમયે પરિવારના આર્થિક મદદ કરનારા અંકલના હાથે પિંખાવવાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેણે હિંમત દાખવી એક શોમાં બહાદુરીથી પોતાના પર થયેલા અત્યાચારનું વર્ણન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application