અનંત અંબાણીની શેરવાની બની છે સોનાના તારમાંથી અને રાધિકાએ પહેર્યો સ્વારોવસ્કી ક્રિસ્ટલ લહેંગા

  • July 06, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે યોજાયેલા સંગીત સમારોહમાં બોલિવૂડ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું. વર-કન્યાનો લુક પણ ખાસ હતો. જ્યારે અનંત અંબાણીએ સંગીત માટે વાદળી અને સોનાના તારની બનાવેલી  શેરવાની પસંદ કરી હતી. ત્યારે રાધિકા મર્ચન્ટનો પિંક લહેંગા પણ સરસ લાગી રહ્યો હતો.


અનંત અંબાણીએ સંગીતમાં અબુજાની સંદીપ ખોસલાની ડીઝાઇન કરેલી બ્લુ અને સોનાના તારથી બનેલી  શેરવાની પહેરી હતી. જેના પર સાચા સોનાના તાર વડે ઝરી, કસાબ અને સિક્વિન વર્ક કરવામાં આવ્યું છે.


રાધિકા મર્ચન્ટે પહેર્યો હતો સ્વારોવસ્કી ક્રિસ્ટલ લહેંગા


રાધિકા મર્ચન્ટે લહેંગા સાથે સુંદર ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું. જેની સ્લીવ્ઝ પર ફ્રિન્જ ડિટેલિંગ હતી. ડાયમંડ લાઇટવેઇટ નેકલેસ લહેંગાને સંપૂર્ણપણે હાઇલાઇટ કરી રહ્યો હતો. ગુલાબી પેસ્ટલ શેડનો લહેંગા સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સથી જડાયેલો હતો. સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ કાચના ટુકડા છે જે વાસ્તવિક હીરા જેવા દેખાય છે. જેની કિંમત પણ ઘણી વધારે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News