દ્વારકા મંદિરમાં કાળિયા ઠાકોર સામે કાળા માથાના માનવીનો દેખાડો, વિડીયો વાઇરલ થયા બાદ કલેકટરે આપ્યા તપાસના આદેશ

  • May 12, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો દ્વારકાના જગત મંદિરે હર હંમેશ ભક્તોનું ઘોડાપૂર રહેતું હોય છે. છતાં ક્યારેય કોઈ અનિચ્છનીય ઘટના બની નથીં પરંતુ થોડા દીવા પહેલા સામે આવેલા કેટલાક વિડીયો પરથી મંદિરની સુરક્ષાને લઈને પ્રશ્નો થઇ રહ્યા છે. દ્વારકાધીશના મંદિરમાં કેટલાક લોકો દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો વાઇરલ થયા છે.


ભગવાન દ્વારકાધીશ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુભગવાનના પત્ની લક્ષ્મીજી છે. દ્વારકા મંદિરમાં પૈસા ઉડાડવામાં આવતા એક પ્રકારે માતાજીનું અપમાન ગણાય. હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વહેતા થયા બાદ કલેકટરે તપાસનો આદેશ આપ્યો છે.


જગતમંદિર દ્વારકા ખાતે ફોટોગ્રાફીની મનાઈ છે, મંદિરમાં પરવાનગી વગર ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે ત્યારે આ પ્રકાના વિડીયોથી મંદિર પ્રશાશનની સૂક્ષ પર પણ સવાલ ઉભા થાય છે.

હાલ જીલ્લાના ઈન્ચાર્જ કલેક્ટર એસ ડી ધાનાણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મંદિરમાં ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે ત્યારે વીડિયો વાયરલ થતા સવાલો ઊભા થયા હતા.


View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application