રાજુલાના મોટી ખેરાળીમાં પ્રૌઢ કામે ગયા’ને પાછળથી તસ્કરો ત્રાટકયા: ૧.૩૫ લાખની ચોરી

  • February 09, 2023 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલાના મોટી ખેરાળી ગામે રહેતા વૃદ્ધ કડિયા કામ કરવા માટે ગયેલ હોય તે દરમિયાન તેમના રહેણાંક મકાનમાં ધોળે દિવસે દીવાલ ટપી સાડા ત્રણ કલાક માં કોઈ અજાણ્યો શખ્સ તાળું તોડી રૂ. ૧.૩૫ લાખના સોના-ચાંદીના દાગીના સહીતની રોકડ રકમની ચોરી કરી નાસી હતાં.


પ્રાપ્ત વિગત મુજબ મોટી ખેરાલી ગામના દામજીભાઇ પ્રેમજીભાઈ ગોહિલ (ઉ.વ.૬૦) ગત તારીખ ૨૨ જાન્યુઆરી ના રોજ સવાર ના સાડા નવ કલાકે પોતાના ગામના નનકુભાઇ બાવભાઈ જાજડાના ઘરે ચણતર કામ કરવા માટે ગયેલ હતા.અને બપોરે એક વાગ્યે ઘરે આવતા જોયું તો  અજાણ્યો ચોર ઈસમ તેમાં ઘરની દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કરી અને બંને રૂમના તાળા  નકુચા તોડી નાખી ઘરના રૂમમાં રહેલ કબાટના દરવાજો તોડી કબાટમાં રહેલ લોકર તોડી અને લોકરમાં મૂકેલ રૂ.૧.૧૭ લાખ રોકડ તથા સોનાનો દોરો જે આશરે ૧૫ ગ્રામ જેની કિંમત રૂ.૯ હજાર,બે જોડી સોનાની બ્યુટી ૮ ગ્રામ જેની આશરે જૂની કિંમત રૂ.૪૫૦૦,એક જોડી સોનાની બ્યુટીની પાંદડી ૬ ગ્રામ જેની કિંમત આશરે જૂની રૂ.૩૦૦૦ તાહ સોનાનો ઓમકાર ૨ ગ્રામ જેની કિંમત આશરે ૨૦૦૦ મળી કુલ ૧,૩૫,૫૦૦ ના માલમતાની ચોરી કરી અજાણ્યો ઈસમ નાસી છૂટ્યો હતો. આ બનાવને પગલે રાજુલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application