નરમ અને રેશમી વાળ એ સૌંદર્યનું પ્રતીક છે પરંતુ આજકાલ ઘણા લોકો વાળ ખરવા, ડેન્ડ્રફ, ડ્રાય અને સ્પ્લિટ એન્ડ્સ જેવી વાળની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે લોકો વાળને સ્વસ્થ રાખવા માટે મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ઘરેલું ઉપચાર અજમાવે છે, જે એક સુરક્ષિત, સસ્તી અને અસરકારક પદ્ધતિ હોય શકે છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વાળને મુલાયમ અને સિલ્કી બનાવવા માટે લોકો વિવિધ પ્રકારની હેર ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ થોડા સમય પછી વાળ પહેલાની જેમ ડ્રાય અને ડેમેજ થવા લાગે છે અને થોડા સમય પછી ફરીથી ટ્રીટમેન્ટ કરાવવી પડી શકે છે. વાળને મોંઘા ઉત્પાદનોને બદલે કુદરતી રીતે નરમ અને ચમકદાર બનાવવા માંગો છો, તો ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
નાળિયેર તેલ અને મધ
વાળને નરમ અને ચમકદાર રાખવા માટે નાળિયેર તેલ અને મધનો ઉપયોગ કરી શકો છો. નાળિયેર તેલ વાળને ઊંડે સુધી પોષણ આપે છે અને મધ વાળને ભેજ પ્રદાન કરી શકે છે. આ હેર માસ્ક બનાવવા માટે, એક કપ નાળિયેર તેલમાં બે ચમચી મધ મિક્સ કરો, તેને થોડું ગરમ કરો અને તેને મૂળથી લઈને વાળના છેડા સુધી સારી રીતે લગાવો. 30 મિનિટ સુધી રાખો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આ વાળને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ઓલિવ ઓઈલ અને ઇંડાનું માસ્ક
ઓલિવ ઓઈલ વાળને મુલાયમ અને ઈંડા પ્રોટીન પૂરું પાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ હેર માસ્ક વાળને ચમકદાર અને મુલાયમ બનાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક ઈંડામાં બે ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને વાળમાં લગાવો. આ પેસ્ટને વાળમાં 20 થી 30 મિનિટ સુધી લગાવ્યા બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. આ માસ્ક વાળને નરમ, ચમકદાર અને મજબૂત રાખવામાં મદદ કરી શકે છે.
મધ અને દહીં
મધ અને દહીં બંને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મધ વાળને હાઇડ્રેટેડ રાખવામાં અને દહીં વાળને નરમ અને સિલ્કી રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. એક કપ દહીંમાં બે ચમચી મધ મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો. 20 થી 30 મિનિટ પછી વાળ ધોઈ લો. આ મિશ્રણ વાળની ચમક વધારે છે અને તેમને નરમ બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech