તમે દાળ ભાત, રાજમા ભાત અને ચણા ભાત તો ઘણા ખાધા હશે, પરંતુ એકવાર દહીં તડકા ખાશો તો બધા સ્વાદ ભૂલી જશો. સાદા ભાત સાથે તડકા દહીંનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. જ્યારે ઘરમાં શાકભાજી ન હોય અથવા તમને કંઈપણ બનાવવાનું મન ન થાય ત્યારે દહીંની તડકા બનાવીને ઝડપથી ખાઈ શકો છો. લસણ અને લાલ મરચાનો સ્વાદ દહીં તડકાના સ્વાદને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. રોટલી સાથે દહીં તડકા પણ ખાઈ શકો છો. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે, જાણો કેવી રીતે બનાવાય છે.
દહીં તડકાની રેસીપી:
સ્ટેપ 1 - દહીં તડકા તૈયાર કરવા માટે જેટલું દહીં બનાવવું હોય તેટલું તાજું દહીં લેવું. દહીંને ચમચાની મદદથી હળવા હાથે હલાવવું.
સ્ટેપ 2 - હવે પેનમાં 1 ચમચી સરસવનું તેલ ઉમેરો. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચપટી હિંગ અને જીરું નાખો. તેમાં 3-4 લાંબા સમારેલા લીલા મરચા ઉમેરો. 5-6 મીઠા લીમડાના પાનને ઉમેરો. તેમાં 1 જીણી સમારેલી ડુંગળી પણ ઉમેરો.
સ્ટેપ 3 - હવે 6-7 કળી લસણની અને 1 ચમચી લાલ મરચું પાવડરને ક્રશ કરો. જ્યાં સુધી તે ચટણી જેવા ન બને ત્યાં સુધી તમારે તેને પીસવાનું છે. હવે આને પણ સમારેલા મસાલામાં ઉમેરો. હવે હળવા હાથે તળો.
સ્ટેપ 4 - હવે અડધી ચમચી હળદર, 1 ચપટી ધાણા પાવડર ઉમેરો અને પછી બ્લેન્ડ કરેલું દહીં ઉમેરો. હવે તેને હલાવતા રહો અને પછી મીઠું નાખો. 2-3 મિનિટ રાંધ્યા બાદ ગેસ બંધ કરી દો. ઉપર થોડી લીલી ધાણાભાજી નાખો.
સ્ટેપ 5 - સુપર ટેસ્ટી અને મસાલેદાર દહીં તડકા તૈયાર છે. તેને સાદા ભાત અથવા રોટલી સાથે ખાઓ. તમારે અન્ય શાકભાજીની જરૂર પડશે નહીં. આ સ્ટાઈલમાં બનેલા દહીં તડકાને એકવાર અજમાવી જુઓ.
દહીં તડકાને ભાત સાથે ખાશો તો દાળ અને રાજમાનો સ્વાદને ભૂલી જશો, જાણો રેસિપી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech