જો વેકેશનમાં શાળાઓ ચાલુ હશે તો ત્યાં હલ્લાબોલ: તાળાંબંધી

  • November 07, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ દિવાળી તહેવારો નિમિતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે રાજ્યની તમામ શાળાઓમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન રહેશે.શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. વેકેશન અંગેનો સરકારનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સ્કૂલોને જાણ કયર્િ બાદ પણ અનેક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ અંગે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતને ફરિયાદ કરતા તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરી હતી.


થોડા દિવસો પહેલા જ અમે જાહેર રજાઓમાં ચાલુ સ્કૂલોને બંધ કરાવી હતી અને તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ સ્કૂલોને શો કોઝ નોટિસ ફટકારી હતી.દિવાળીના વેકેશન અંગે અમને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ફરિયાદ મળી છે કે દિવાળી વેકેશન ટૂંકાવીને માત્ર દસ દિવસનું જાહેર કર્યું અને તે બાબતે તમે અમને મદદ કરો.


વધુમાં જણાવ્યું હતું બોર્ડના ધો.10,12 ના બાળકોને નજીકમાં પરીક્ષાઓ હોય તો તેનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તેમાં અમારો કોઈ વાંધો કે વિરોધ નથી. અમે વિદ્યાર્થીઓની દિવાળી વેકેશન અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને બે દિવસ પહેલા જ ધ્યાન દોર્યું હતું કે જાહેર રજાઓ,વેકેશન અંગેનો શાળાઓ માટે પરિપત્ર તમે જાહેર કરો અને તેમાં ઉલ્લેખ કરો કે નિયમ ઉલાળિયો કરનાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશો જેથી કોઈ ફરિયાદ જ આવે પરંતુ હજુ સુધી કોઈ પગલાં ના લેવાતા તે સ્પષ્ટ થયું કે ખાનગી શાળાઓ ઉપર શિક્ષણ અધિકારીનો કોઈ અંકુશ છે જ નહિ ! સરકારે સમગ્ર રાજકોટની શૈક્ષિણિક બાબતોની જેના પર જવાબદારીઓ સોંપી હોય તેવા શિક્ષણ અધિકારી જો ફરજનું વહન કરવા સક્ષમ ના હોય તો રાજીનામુ ધરી દેવું જોઈએ.અમે તમામ સ્કૂલ સંચાલકોને પણ વેકેશન અંગે સકાત્મારક વિચારણા કરવા અપીલ કરીયે છે નાના બાળકોને પૂર્ણ વેકેશન આપવું જોઈએ તેમ છતાં જો દિવાળીના વેકેશન બાબતે જે શાળાઓ નિયમ વિરુદ્ધ ચાલુ રાખશે ત્યાં અમે કોંગ્રેસના યુવા અને વિદ્યાર્થી કાર્યકરોની ટીમ સ્કૂલ પર હલ્લાબોલ કરી બંધ કરાવશું અને જરૂર પડ્યે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી પણ કરાવીશું તેવું અંતમાં જણાવ્યું હતું.

બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે વેકેશન જરૂરી: સર્વે
વાલીઓની નોકરીઓ અને ધંધાકીય વ્યસ્તતા વચ્ચે બાળકોને ’ડે સ્કૂલિંગ સિસ્ટમ’ ધરાવતી સ્કૂલોમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવી લેતા હોય છે. જેથી વાલી બાળકને તૈયાર કરી સવારે 8 વાગ્યામાં બસ સ્ટોપ પર મૂકી આવ્યા બાદ સાંજે 5,6 વાગ્યે લેવા જતા હોય છે.આ એજ્યુકેશન સિસ્ટમમાં બાળકને અભ્યાસની સાથોસાથ નાસ્તો,જમવાનું,સ્પોટ્ર્સ,હોમવર્ક,મ્યુજિક,ડાન્સીંગ સહિત એક્ટિવિટી સમગ્ર દિવસ દરમિયાન કરાવતા હોય છે.આપણે સૌ સ્વભાવિક સમજી શકી છે કે એક નાનું બાળક સવારથી સાંજ સુધી હોય તો તેઓની માનસિક,શારીરિક સ્થિતિ શુ થતી હશે? બાળક રાત્રે જમ્યા બાદ થાક્યા સુઈ જતા હોય છે જેથી સમયના અભાવે તે પારિવારિક હૂંફ,સંસ્કાર,પ્રેમથી અળગા રહેતા હોય છે. જેથી ભવિષ્યમના સમયમાં નાની વયેથી બાળક વાલી કે પરિવાજન પ્રત્યે સન્માન નથી રાખતા,કુસંગત પકડે અને વ્યસનના રવાડે ચડવું,માનસિક બીમારીઓનો ભોગ સહીત બાબતોનો સામનો કરવો પડતો હોય છે. આવા પડકારો વચ્ચે શિક્ષણવિદો,સ્કૂલ સંચાલકોએ અને વાલીઓએ ખુબ જ મનોમંથન કરી સમાજના બાળકો માટે કંઈક નવું કરવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application