કંગના- બાર્બરા મોરીને લીધે સુઝેનને છોડનાર હિૃતિક સબાને પરણવા નીકળ્યો

  • January 11, 2023 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  •  હ્રિતિક રોશને આ મેક્સિકન એક્ટ્રેસ માટે સુઝેન ખાનને છોડી હતી
  • કંગના સાથે પતિના અફેરથી પરેશાન સુઝેનના જીવનમાં બાર્બરાના ન્યૂઝ આગ ચાંપી

કિલર અને વિદેશી લુકને કારણે હ્રિતિક રોશનને બોલિવૂડનો ગ્રીક ગોડ કહેવામાં આવે છે. હ્રિતિક રોશન બોલિવૂડના આકર્ષક કલાકારોમાંથી એક છે. જ્યાં તે સારી ફિલ્મો માટે ચર્ચામાં રહે છે, ત્યારે તેનું નામ અલગ અલગ એક્ટ્રેસિસ સાથે જોડાવાને કારણે પણ તે વિવાદનો ભાગ બની જાય છે. 

ગઇકાલે 10 જાન્યુઆરીએ હ્રિતિક રોશન 49 વર્ષના થઈ ગયો. હજુ તે એટલો જ લોકપ્રિય છે. હ્રિતિક માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં, પરંતુ કિલર લુક, દમદાર ફિઝિક અને શાનદાર ડાન્સ માટે પણ જાણીતો છે. ઉપરાંત તે અવારનવાર પોતાના અફેર અને લવ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. 


કંગના રણૌતના હ્રિતિક સાથેના સંબંધો જાહેર થયેલા એપિસોડને લોકો હજુ ભૂલ્યા નહીં હોય. ત્યાં ત16 વર્ષ નાની સબા સાથે તેના લગ્નની વાતે આજકાલ ચર્ચા જગાવી છે. કંગનાએ  હ્રિતિક પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુઝેન સાથે છૂટાછેડા લીધા બાદ હ્રિતિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને બાદમાં તેની સાથે છેતરપિંડી કરી હતી.

હ્રિતિકના સુઝેનથી છૂટાછેડાનું એકમાત્ર કારણ કંગના ન હતી. તેની સાથે 2010ની ફિલ્મ કાઈટ્સમાં હૃતિકની કો-સ્ટાર મેક્સિકન અભિનેત્રી બાર્બરા મોરી પણ હતી. રિપોર્ટ્સનું માનીએ તો ભલે હૃતિક-બાર્બરાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને પસંદ ન આવી હોય. પરંતુ બંને વચ્ચેની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રીએ જોર પકડ્યું હતું અને તરત જ આ સમાચાર સુઝેનના કાન સુધી પણ પહોંચી ગયા હતા.


કંગના સાથે હ્રિતિકના અફેરના સમાચારથી સુઝેન પહેલેથી જ પરેશાન હતી. ત્યારે બાર્બરા મોરી સાથેના તેના અફેરના સમાચારે હ્રિતિક અને સુઝેન વચ્ચેનું અંતર વધારી દીધું અને આખરે બંનેએ 2014માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

 હૃતિક રોશન અને સુઝેન ખાને 20 ડિસેમ્બર, 2000ના રોજ બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા. બંને બાળપણના મિત્રો હતા. તેમને બે પુત્રો રીહાન અને રીદાન છે. સુઝેનથી છૂટાછેડા લીધા બાદ આ દિવસોમાં હ્રિતિક ફરી એકવાર મોડલ અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને એકબીજા માટે ખૂબ જ સિરીયસ છે. જો સમાચારનું માનીએ તો હ્રિતિક ફરી એકવાર લગ્ન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application